મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

કોવિદ -19 ના વધતા જતા કેસો વચ્ચે દિલ્હી હાઈકોર્ટે સમય સાથે કદમ મિલાવ્યા : વ્હોટ્સ એપ , ઇમેઇલ, તથા ફેક્સના માધ્યમ દ્વારા નોટિસ અને સમન્સ પાઠવવાની મંજૂરી આપી

ન્યુદિલ્હી : કોવિદ -19 ના વધતા જતા કેસો વચ્ચે દિલ્હી હાઈકોર્ટે સમય સાથે કદમ મિલાવ્યા છે. જે મુજબ  વ્હોટ્સ એપ ,  ઇમેઇલ,  તથા ફેક્સના માધ્યમ  દ્વારા નોટિસ અને સમન્સ પાઠવવાની  મંજૂરી આપી છે.

રૂબરૂ હાજર રહેવા માટે ખાસ મંજૂરી આપી હોય તે સિવાયના કેસોમાં ઉપરોક્ત પદ્ધતિનો અમલ કરી શકાશે. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ ફિઝિકલ  ડિલિવરીના પરંપરાગત મોડને પુન: સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે તેવું પરિપત્રમાં જણાવાયું છે.

વર્ચુઅલ સર્વિસ માટે, હાઇકોર્ટે જણાવ્યું છે કે સંબંધિત પક્ષ દ્વારા સેવાને અસરકારક બનાવવા માટે જરૂરી ઇ-મેઇલ સરનામું અને અન્ય વિગતો આપવી પડશે.

પરિપત્રમાં ઉમેર્યું છે કે, ઇલેક્ટ્રોનિક મોડમાં દસ્તાવેજો / સમન્સ / ઓક્સ મોકલવાની પ્રક્રિયા ડીસ્પેચ  શાખા / પ્રક્રિયા સેવા આપતી એજન્સી દ્વારા સંબંધિત ન્યાયિક શાખાઓ અને આઇટી શાખા સાથે મળીને તેમની જગ્યાએથી  જ ચાલુ રાખવામાં આવશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:09 pm IST)