મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

આનંદો : હવે રેશનકાર્ડ ધારકો ઘર બેઠા મેળવી શકશે અનાજ ‘મેરા રાશન એપ’ લોન્ચ : ઘણી માહિતી પણ આંગળીને ટેરવે

લાંબી લાઈનો અને ભીડથી મળશે મુક્તિ : વન નેશન વન રાશન કાર્ડ સ્કીમ હેઠળ શરુ કરી મહત્વની એપ

નવી દિલ્હી :રાશન કાર્ડધારકો માટે આનંદના સમાચાર છે કે હવે તેઓ ઘેર બેઠા અનાજ મેળવી શકશે. એટલું જ નહીં આ અંગેની ઘણી માહિતી પણ આંગળીને ટેરવે મેળવી શકશે. સરકારે આના માટે એક એપ લોન્ચ કરી છે. જેના થકી કાર્ડધારક અનાજ મેળવી શકશે.

સરકારે ગત વર્ષે આર્થિક રીતે નબળા લોકો માટે ખાસ કરીને પ્રવાસી મજૂરો માટે એક રાષ્ટ્ર એક રાશનકાર્ડ સ્કીમ શરુ કરી હતી. જેમાં રાશનકાર્ડ દેશના કોઇ પણ સસ્તા અનાજની દુકાનથી અનાજ મેળવી શકતા હતા. પરંતુ તેના માટે લાંબી લાંબી લાઇનો અને ભીડનો સામનો કરવો પડતો હતો. હવે સરકારે હવે આ સમસ્યા પણ દૂર કરી છે. તેના માટે ‘મેરા રાશન એપ’  લોન્ચ કરવામાં આવી છે.

આ એપ વન નેશન વન રાશ કાર્ડ યોજનાનો જ હિસ્સો છે. તેના દ્વારા ઘેર બેઠા રાશન બુક કરાવી શકાશે. આ અંગે ખાદ્ય સચિવ સુધાંશુ પાન્ડેએ કહ્યું કે આ મોબાઇલ એપનો હેતુ NFSAના લાભાર્થીઓ, ખાસ કરીને પ્રવાસીઓ, સસ્તા અનાજની દુકાન કે રાશનિંગની દુકાનના ડીલરો અને અન્ય લાભાર્થીઓ વચ્ચે વન નેશન વન રાશ કાર્ડ યોજના સંબિધિત સેવાઓને સુવિધાજનક બનાવવાનો છે

Mera Ration Appનો લાભ લેવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરવી પડશે. ઇન્સ્ટોલેશન પછી એપને ઓપન કરી તેમાં રાશન કાર્ડની ડિટેઇલ ભરવાની. તેની સાથે રજીસ્ટ્રેશન થઇ જશે. ત્યાર પાછી રાશન મંગાવવાની પ્રક્રિયા કરી શકાશે.

એપના લાભમાં સૌથી વધુ લાભ પ્રવાસી લોકોને થશે.નજીકની દુકાન, દુકાનદારની ની ચોક્ક્સ અને સંપૂર્ણ માહિતી મળશે.કાર્ડધારક એપ થકી સૂચનો અને ફરિયાદ નોંધાવી શકશે, અનાજ ક્યારે અને કેવી રીતે મળશે, તેની વિગત જોઇ શકશે. તાજેતરમાં કરાયેલી લેવડ-દેવડ અને ક્યા મહિને કેટલું અનાજ મેળવ્યું તે પણ જાણી શકશે.

Mera Ration App અત્યારે હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષામાં છે. પરંતુ ટુંકમાં વધુ 14 ભાષામાં ઉપલબ્ધ થઇ શકશે. કારણ કે મોટા ભાગના પ્રવાસીઓ બીજા રાજ્યોના છે. જેમને સવલત રહેતી નથી. તેને ધ્યાનમાં રાખી મુખ્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ એપ શરુ કરાશે.

(5:36 pm IST)