મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

કોરોના વાઇરસ રોગચાળામાં " પ્રેમ અને કરુણા" નું પ્રતીક " : ' પારદર્શક પડદા સાથે આલિંગન '' દ્વારા 85 વર્ષીય બ્રાઝિલીયન મહિલાને સધિયારો : એક બુઝર્ગ મહિલાને કોરોના વોરંટીઅર દ્વારા મળી રહેલી હૂંફ દર્શાવતો ફોટો ' વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ ઇયર ' તરીકે ઘોષિત

નેધરલેન્ડ : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસ વચ્ચે સંક્રમિત થયેલી અને છેલ્લા પાંચ વર્ષથી ઝઝૂમી રહેલી એક 85 વર્ષીય બ્રાઝિલીયન મહિલાને   ' પારદર્શક પડદા સાથે આલિંગન '' વડે  સધિયારો અને હૂંફ આપી રહેલા વોરંટીયર અને દર્દીનો " પ્રેમ અને કરુણા" દર્શાવતો ફોટો ગઈકાલ ગુરુવારે  ' વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ ઇયર ' તરીકે ઘોષિત કરાયો છે.

ડેનિશ ફોટોગ્રાફર નિસ્સેન કે જેણે આ તસવીર શૂટ કરી હતી તે બીજી વખત ' વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ ઇયર ' પ્રતિષ્ઠિત એવોર્ડ જીતવા નસીબદાર બન્યો છે. આ અગાઉ 2015 ની સાલમાં રશિયાના એક ગે કપલના અંતરંગ ફોટો સાથે તે વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ ઈયર ખિતાબ જીત્યો હતો.

છેલ્લા એક વર્ષથી વૈશ્વિક રોગચાળો બની ચૂકેલા કોવિદ -19 સંજોગોમાં ' જયારે વિશ્વના 3 મિલિયન લોકો આ રોગચાળાને કારણે મોતને ભેટ્યા છે , જેમાં 3 લાખ 60 હજાર બ્રાઝીલીયન નાગરિકો  છે , ત્યારે ' વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ ઇયર '  તરીકે ઉપરોક્ત ફોટાની પસંદગી સમયને એકદમ અનુરૂપ જોવા મળે છે.

મેડ નિસ્સેન દ્વારા લેવાયેલી આ તસવીર, સાઓ પાઉલોના વિવા બેમ કેર હોમમાં 85 વર્ષીય બુઝર્ગ મહિલા રોઝા લુઝિયા લુનાર્ડીને નર્સ એડ્રિયાના સિલ્વા ડા કોસ્ટા સૂઝા ગળે લગાડી રહી છે તેવી ક્ષણ સમયે 5 ઓગસ્ટના રોજ લેવાયેલી છે .

પારદર્શક  પ્લાસ્ટિકનો એક પડદો , તેની પીળી ધાર , અને  પતંગિયાની પાંખોની જોડી જેવા આકારમાં બંધાયેલ આ પડદો નર્સના શરીરને ચહેરાના માસ્કની જેમ રક્ષણ આપે છે.

પેનોસ પિક્ચર્સ એજન્સી અને ડેનિશ દૈનિક પોલિટીકેન માટે નિસેન દ્વારા લેવાયેલી આ તસ્વીરને  જનરલ ન્યૂઝ સિંગલ્સ કેટેગરી સ્પર્ધામાં પણ પ્રથમ ઇનામ મળ્યું હતું.

આતસ્વીરનો મુખ્ય સંદેશ સહાનુભૂતિ છે. પ્રેમ અને કરુણા છે, તેવું ફોટોગ્રાફર નિસેને સ્પર્ધાના  આયોજકો દ્વારા કરાયેલી  ટિપ્પણીના આધારે જણાવ્યું હતું. નિસેન એવોર્ડ  ઉપરાંત 5000 યુરો (6000 ડોલર) નું  ઇનામ જીત્યો છે.

ઉલ્લેખનીય છે કે જજોએ સામાન્ય સમાચાર, રમતગમત, પર્યાવરણ અને ચિત્રો સહિતની આઠ કેટેગરીમાં વિજેતાઓની પસંદગી કરતા પહેલા 4,315 ફોટોગ્રાફરો દ્વારા લેવાયેલા 74,470 ફોટોગ્રાફ્સ જોયા હતા.તેવું એપીએન દ્વારા જાણવા મળે છે.

(1:48 pm IST)