મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

કોરોનાથી રક્ષણ માટે ડબલ માસ્ક પહેવા જોઇએ

અમેરિકન સીડીસીના અભ્યાસમાં થયું જાહેર

વોશિંગ્ટન, તા.૧૬: અમેરિકાના રોગ નિયંત્રણ કેન્દ્ર (સીડીસી) એ પોતાના એક અભ્યાસમાં એ પણ જોયું કે સર્જીકલ માસ્કની ઉપર કપડાનું માસ્ક પહેરવું કેટલાય ગણું સારૂ છે. તેનાથી સંક્રમિત છાંટાઓના પ્રસારણમાં ઘણો વધારે ઘટાડો થાય છે.

કોરોના સામેના જંગમાં અગ્રિમ મોરચા પર તૈનાત આરોગ્ય કર્મચારીઓ, સફાઇ કામદારો અને સુરક્ષદળોએ ડબલ માસ્ક લગાવવા પર વધારે ભાર મૂકવો જોઇએ. આનું કારણ એ છે કે તેમના સંક્રમણના સંપર્કમાં આવવાનું જોખમ વધારે હોય છે.

સીડીસીએ સ્પષ્ટતા કરી છે કે માસ્ક એક હોય કે બે પણ માણસ કોરોનાના જોખમથી ત્યારે જ સુરક્ષિણ રહી શકશે, જયારે તે નાક અને મોઢું સારી રીતે ઢાંકશે. સર્જીકલ માસ્ક પર કપડાનો માસ્ક પહેરીને તે સુનિશ્ચીત કરી શકે છે કે વાયરસને શરીરમાં પ્રવેશવાની જગ્યા ન મળે.

માસ્ક સંક્રમણથી રક્ષણ માટે કેટલો કારગત છે. તે ઘરે બેઠા પણ જાણી શકાય છે. સીડીસી માસ્કને લાઇટની નીચે રાખવાની સલાહ આપે છે. જો માસ્કની આરપાર પ્રકાશ ન નિકળે તો તે સુરક્ષિત છે તેમ માનવું. આ ઉપરાંત સર્જીકલ માસ્ક એક ઉપર બીજો ન પહેરવો, ફિલ્ટર, વાલ્વ અથવા છિદ્રવાળા માસ્ક પહેરવાથી બચવું અને નોઝ-પીન અથવા બેંડવાળા કપડાના માસ્ક સૌથી સારા.

(12:56 pm IST)