મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

ભારતમાં કોરોના કેસ માત્ર 10 દિવસમાં ડબલ : રોજના એક લાખમાંથી બે લાખ કેસ થઇ ગયા

અમેરિકામાં એક લાખથી બે લાખ થતા 20 દિવસ લાગ્યા હતા

નવી દિલ્હી: ભારતમાં અમેરિકા કરતાં પણ ખરાબ સ્થિતિ થઈ રહી હોવાનું આંકડાં દર્શાવે છે. ભારતને એક લાખ કેસમાંથી બે લાખ કેસ સુધી પહોંચતા માત્ર ૧૦ દિવસ થયા હતા. તેની સામે અમેરિકાને એક લાખ કેસમાંથી બે લાખ કેસ સુધી પહોંચતા ૨૦ દિવસનો સમય લાગ્યો હતો.

ભારતમાં ચોથી એપ્રિલે કોરોનાના કેસની સંખ્યા એક લાખને પાર પહોંચી હતી. એ પછીના ૧૦ દિવસે કોરોનાના કેસ બે લાખ થયા હતા. આરોગ્ય મંત્રાલયના આંકડાં પ્રમાણે એક લાખથી બે લાખ કેસ સુધી પહોંચતા ભારતને ૧૦ દિવસ થયા હતા.

અમેરિકામાં ગયા વર્ષે નવેમ્બરમાં આવો જ હાહાકાર મચી ગયો હતો. ૩૦મી ઓક્ટોબર -૨૦૨૦ના રોજ અમેરિકામાં એક લાખ કેસ નોંધાયા હતા. તે પછી સતત એક લાખ કે તેની નજીકમાં કેસ નોંધાતા હતા. વર્લ્ડોમીટરના આંકડા પ્રમાણે અમેરિકાએ ૨૦મી નવેમ્બરે એક જ દિવસમાં બે લાખ કેસ નોંધાયાની જાહેરાત કરી હતી. એટલે કે અમેરિકામાં એક લાખથી બે લાખ કેસ થતાં ૨૦ દિવસનો સમય લાગ્યો હતો. જ્યારે ભારતમાં બમણી ઝડપથી કોરોના વાયરલ ફેલાઈ રહ્યો છે.

(12:04 pm IST)