મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

અનેક સાધુ સંતોમાં કોરોના લક્ષણો : નિરંજની અખાડાએ કુંભના સમાપનની કરી જાહેરાત

હરિદ્વાર,તા.૧૬:  કોરોનાના વધતા પ્રકોપને જોતા નિરંજન અખાડાએ કુંભ સમાપનનો નિર્ણય લીધો છે. કોરોનાની જે સ્થિતિ છે તેને જોતા નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પુરી મહારાજે કુંભ સમાપનનો નિર્ણય લીધો. રવિન્દ્ર પુરીએ કહ્યું કે ત્રીજા શાહી સ્નાન બાદ અનેક સાધુ સંતોમાં શરદી ઉધરસના લક્ષણો જોવા મળ્યા છે. જેને જોતા અમે ૧૭ એપ્રિલના રોજ કુંભ સમાપ્તિનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આ નિર્ણય અમારો અંગત નિર્ણય છે. અખાડા પરિષદનો નહીં.

હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમેળામાં છેલ્લા ૫ દિવસમાં ૧૭૦૧ લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ કોરોના તપાસ ૧૦દ્મક ૧૪ એપ્રિલ વચ્ચે કરાઈ હતી. આવામાં એવી આશંકા વ્યકત કરાઈ રહી છે કે મહાકુંભથી પાછા ફરી રહેલા લોકોથી દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો આવી શકે છે.

હરિદ્વારના મુખ્ય ચિકિત્સાધિકારી શંભુ કુમાર ઝાએ જણાવ્યું કે સ્વાસ્થ્યકર્મીઓએ મેળા ક્ષેત્રમાં છેલ્લા પાંચ દિવસમાં ૨ લાખ ૩૬ હજાર ૭૫૧ લોકોની કોરોના તપાસ કરી. જેમાંથી ૧૭૦૧ લોકો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું કે આ સંખ્યામાં હરિદ્વારથી લઈને દેવપ્રયાગ સુધી સમગ્ર મેળા ક્ષેત્રમાં પાંચ દિવસમાં કરાયેલા આરટી-પીસીઆર અને રેપિડ એન્ટીજન તપાસ દરમિયાનના આંકડા સામેલ છે.

તેમણે જણાવ્યું કે હજુ અનેક આરટી પીસીઆર ટેસ્ટના પરિણામ આવવાના બાકી છે. આવામાં આ પરિસ્થિતિને જોતા કુંભ મેળા ક્ષેત્રમાં સંક્રમિત વ્યકિતઓની સંખ્યા ૨ હજાર પાર જવાની આશંકા છે. હરિદ્વાર મહાકુંભ ૨૦૨૧ ઉત્ત્।રાખંડના હરિદ્વાર, ટિહરી અને ઋષિકેશના ૬૭૦ હેકટર ક્ષેત્રફળમાં ચાલી રહ્યો છે. સોમવારે સોમવતી અમાસ, બુધવારે મેષ સંક્રાંતિ અને વૈશાખીના પર્વ પર થયેલા બંને શાહી સ્નાનોમાં ૪૮.૫૧ લાખ શ્રદ્ઘાળુઓમાંથી મોટા ભાગના માસ્ક વગર જોવા મળ્યા હતા.

(11:01 am IST)