મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

આ છે કલિયુગની 'કુંભકર્ણ' : ૧ વખત ઉંધી જાય તો ૧૩ દિવસ સુધી નથી ખોલતી આંખો

નવી દિલ્હી,તા.૧૬: રામાયણમાં તમે કુંભકર્ણ વિશે જોયું અને સાંભળ્યું હશે. જેમાં રાવણનો ભાઈ કુંભકર્ણ એકવાર સૂઈ જાય, તો તે ઘણા દિવસો અને મહિના સુધી જાગતો નથી. રાવણે તેને ઉઠાડવા માટે ઘણી સખત મહેનત કરવી પડી હતી. કુંભકર્ણની જેમ, કળીયુગમાં ઇન્ડોનેશિયાની રહેવાસી એચા હાલ ચર્ચા જોવા મળી રહી છે., જે ઊંઘી ગયા બાદ ઘણા દિવસો સુધી જાગતી નથી. એચા ત્યારે ચર્ચામાં આવી જયારે તે ૨૦૧૭માં સળંગ ૧૭ દિવસ સુધી ઊંઘ્યા બાદ જાગી ન હતી. આ પછી તો, અનેક વખત એવું બન્યું કે એચા લાંબા સમય સુધી સૂતી રહી.

તાજેતરમાં જ ઇન્ડોનેશિયાના દક્ષિણ કાલિમંતનમાં રહેતી આચા સાત દિવસ પછી જાગી છે. એક અઠવાડિયા પછી ઉભા થયા પછી, આચા ખૂબ જ નબળી પડી ગઈ છે. આટલા લાંબા સમય સુધી સૂવાને લીધે તેની હાલત કથળી રહી છે. લાંબા સમય સુધી સૂવાને લીધે એચા ખૂબ જ નબળી પડી ગઈ છે. ડોકટરોએ એચાનું પરીક્ષણ કરાવ્યું જેમાં કોઈ રોગ જોવા મળ્યો ન હતો.

આટલા દિવસો સુધી એચા સતત સૂઈ રહે છે તેનું કોઈ કારણ નથી સામે આવ્યું. એચાની હાલત જોઈને ડોકટરો પણ આશ્યર્યચકિત છે. પરંતુ એચાની હાલત જોઈ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, તેણીને હાઈપરસોમનિઆ હોઈ શકે છે. આ રોગમાં, વ્યકિતને દિવસ દરમિયાન ઘણી ઊંઘ આવે છે અને તે મોટાભાગનો સમય સૂવામાં વિતાવે છે. હાયપરસોમનીઆના કારણે નસ સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ પેદા થાય છે. તેમજ ઘણી શારીરિક અને ભાવનાત્મક તકલીફ પણ રહે છે.

જો એચા એકવાર સૂઈ જાય છે, તો તેને ઉઠાડવી અશકય છે. તેને ઊંઘમાં જ, તેના માતાપિતા ખવડાવે છે, જેને તે ચાવીને ખાય છે. જયારે તેને બાથરૂમમાં જવું હોય, ત્યારે તે ઊંઘમાં જ બેચેન થઈ જાય છે. તેને ઉપાડી માતા-પિતા બાથરૂમમાં લઈ જાય છે, જયાં તેને પકડી ટોયલેટ સીટ પર બેસાડવામાં આવે છે. હજુ સુધી સ્લીપિંગ બ્યૂટી સિન્ડ્રોમની કોઈ સારવાર મળી નથી. પરંતુ એચાના માતા-પિતાને આશા છે કે, તેમની પુત્રી જલ્દીથી સ્વસ્થ થઈ જશે.

(10:28 am IST)