મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

સાયન્ટિફિક રિપોર્ટ જર્નલમાં પ્રગટ થયેલો અભ્યાસ

લોકો વ્યકિત કરતાં કમ્પ્યુટર પર વધુ ભરોસો મૂકે છે

ઓનલાઇન વર્લ્ડમાં દરેક વાતનું સજેશન આપવામાં આવતુ હોવાથી વિચારવાની પ્રક્રિયા ઓછી થતી જાય છે

ન્યુયોર્ક,તા. ૧૬: રોજિંદા જીવનમા કમ્પ્યુટરના અલગોરિધમની દ્યૂસણખોરી અંગે ચિંતા વ્યકત કરવામાં આવી રહી હોવા છતાં નવું સંશાધેન દર્શાવે છે કે લોકો જયારે કામ પડકારભર્યું બને ત્યારે માણસ કરતાં અલગોરિધમ પર વધારે ભરોસો મુકવાનું પસંદ કરે છે.

મોબાઇલ એપ પર ગીતની પસંદગી હોય કે યોગ્ય સાઇઝના પેન્ટને પસંદ કરવાનું હોય લોકો હવે દરરોજ લેવામાં આવતા નિર્ણયો માટે અલગોરિધમ પર મદાર રાખતાં થઇ ગયા છે. યુનિવર્સિટી ઓફ જયોર્જિયાના સંશોધક એરિક બોગર્ટે જણાવ્યું હતું કે અલગોરિધમ સંખ્યાબંધ કામ કરી શકૈ છે અને દરરોજ તેમના દ્વારા થતાં કામોની સંખ્યામાં વધારો થતા રહે છે. જેમ કામ અઘરાં બને તેમ લોકો સલાહ મેળવવા માટે લોકોની જગ્યાએ અલગોરિધમ પર વધારે મદાર શંખતાં હોય તેમ જણાયું છે.

સાયન્ટિફિક રિપોર્ટનામની જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ કરવા માટે ટીમે ૧૫૦૦ જણાને ફોટોગ્રાફનું મૂલ્યાંકન કરવા માટે જણાવ્યું હતું. ટીમે વોલન્ટિયર્સને ફોટામાં રહેલી વ્યકિતઓને ગણવા માટે જણાવ્યું હતું અનતે તેમને વિકલ્પો પુરા પાડ્યા હતા. જમોં અન્ય લોકોત્ત્।ા જૂથ દ્વારા અને અલગોરિધમ દ્વારા જનરેટ કરવામાં આવેલાં વિકલ્પોનો સમાવેશ થતો હેતો. જેમ ફોટામાં લોકોની સંખ્યા વધતી ચાલી તેમ ગણતરી કરવાનું મુશ્કેલ બન્યું ત્યારે લોકો અલગોરિધમ દ્વારા જનરેટ કરવામાં આવેલાં વિકલ્પોને અનુસરવાનું વધારે પસંદ કરતાં જોવા મળ્યા હતા.

સંશોધકોના જણાવ્યા અનુસાર આ ટાસ્કની પસંદગી વધારે મહત્વની હતી કેમ કે તેમાં ફોટામાં લોકોની સંખ્યા વધવા સાર્થ કોમ વધારે પડકારજનક બની રહ્યું હતું. વળી આ કામ એ પ્રકારનું હતું જેમાં સામાન્ય માણસો એમ માને છે કે આ કામ માણસ કરતાં કમ્પ્યુટર વધારે સારી રીતે કરી શકે છે.

ચહેરા દ્વારા ઓળખ કરવાની ટેકનોલોજીમાં અને અલગોરિધમને ઉપયોગ કરવામાં સમસ્યા એ આવે છે કે તેમાં એક પ્રકારનો કલ્ચરલ બાયસ પણ જોવા મળે છે.

જેને કારણે ચહેરા સાથે વ્યકિતની ઓળખ નક્કી કરવામાં કે નોકરી માટે ઉમેદવારની પસંદગીમાં અચોક્કસતા આવી જાય છે. ગણતરી કરવા જેવા સાદા કામોમાં આ બાયસ જોવા ન મળે પણ તેની હાજરી અન્ય વિશ્વાસપાત્ર અલગોરિંધમમા હોવાથી એ સમજવું મહત્વપૂર્ણ બની રહે છે લોકો નિર્ણય લેતી વખતે કેમ અલગોરિધમ પર મદાર રાખે છે.

(10:26 am IST)