મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

થપ્પડ મારવાથી બાળકના માનસિક વિકાસ પર ગંભીર અસર થઇ શકે

ગુસ્સામાં બાળકોને થપ્પડ મારતા પહેલા ૧૦૦ વાર વિચારજો : હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને ચેતવણી

વોશિંગ્ટન,તો ૧૬: ભારતમાં બાળકોને સજા આપવા માટે વાલી અથવા માતા-પિતા થપ્પડ મારે છે. આપણામાંથી કેટલાય એવા હશે જેમણે બાળપણમાં થપ્પડ ખાધી હશે. પરંતુ હવે હાવર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે બાળકોને થપ્પડ મારવાથી તેમના મગજ પર ગંભીર અસર પડી શકે છે. આ માટે વૈજ્ઞનિકોએ ૧૪૭ બાળકોના મગજ પર થપ્પડની અસરની તપાસ કરી છે.

સંશોધકોને જાણવા મળ્યું કે થપ્પડ, કુપોષણ અને હિંસા બરાબર જ બાળકોના માનિસક વિકાસને અસર કરી શકે છે. આ સંશોધન દરમિયાન જેબાળકોને થપ્પડ મારી હતી, પ્રીકંટલ કોર્ટેકસ(પીએફ્સી)ના કેટલાક ક્ષેત્રોમાં ન્યૂરલ રિસ્પોન્સ જોવા મળ્યો છે. આ બાળકોના નિર્ણય લેવાની શકિત અને પરિસ્થિતિને જાણવાની તાકાત ખત્મ થઈ શકે છે. અમેરિકામાં બાળકોને થપ્પડ મારી એ ગેરકાનૂની છે, જયારે બ્રિટનના સ્કોટલેન્ડ ૨૦૨૦થી બાળકોને શારીરિક દંડ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. ઈંગ્લેન્ડમાં માતા- પિતા બાળકોને થપ્પડ તો મારી શકે છે, પરંતુ તેને ઈજા કે સોજો આવવો જોઈએ નહીં. જો બાળકોના શરીર પર થપ્પડની અસરજોવા મળે તો બ્રિટનમાં સંબંધિત માતા-પિતા વિરૂદ્ઘ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

હાર્વર્ડ ટીમની નવી શોધ વર્તમાન સ્ટડી પર આધારીત છે, જે બાળકોના મગજના કેટલાક ક્ષેત્રોમાં સક્રિય ગતિવિધિ દેખાડે છે. આ સંશોધનના લેખક અને હાર્વર્ડના મનોવૈજ્ઞાનિક વિભાગના પ્રોફેસર કેટી.એ એ કહ્યું કે અમે જાણીએ છીએ કે જે બાળકોના પરિવારો શારીરિક દંડનો ઉપયોગ કરે છે, એ બાળકોમાં ચિંતા, હતાશા ઉપરાંત અન્ય માનસિક રવાસ્થ્ય સમસ્યાઓ હોઈ શકે છે.

(10:25 am IST)