મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

મોટો નિર્ણયઃ ઓકિસજનની ભારે કમીના કારણે

મોદી સરકાર ૫૦,૦૦૦ મેટ્રીક ટન ઓકિસજનની કરશે આયાતઃ ૧૨ રાજયોએ કરી છે ડિમાન્ડ

નવી દિલ્હી, તા.૧૬: ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશભરમં હોસ્પિટલમાં ઓકિસજનની ભારે કમી અનુભવાઈ રહી છે. તો વળી કેટલીય જરૂરી સાધનોની પણ કમી અનુભવાય છે. જેને ધ્યાનમાં રાખીને સરકારના અધિકાર પ્રાપ્ત ગ્રુપ ઈમ્પાવર્ડ ગ્રુપ ૨એ પીએસએ ૧૦૦ હોસ્પિટલોની ઓળખાણ કરી છે. જેમના માટે ૫૦,૦૦૦ મેટ્રીક ટન મેડિકલ ઓકિસજન આયાત કરશે. સાથે જ ઓકિસજન માગવાળા ૧૨ રાજયોની ટ્રેસિંગ કર્યુ છે. ગુરૂવારે ઈમ્પાવર્ડ ગ્રુપ ૨ની બેઠક થઈ હતી. આ બેઠકમાં કહેવાયુ હતું કે, ૧૨ રાજયો (મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, તમિલનાડૂ, કર્ણાટક, કેરલ)માં ઓકિસજનની સૌથી વધારે માંગ છે.

ઈમ્પાવર્ડ ગ્રુપે હોસ્પિટલોની જરૂરિયાતોને ધ્યાને રાખીને ૫૦,૦૦૦ મેટ્રીક ટન મેડિકલ ઓકિસજન આયાત કરવાનો નિર્ણય કર્યો છે. આ ઓકિસજનની આયાત માટે ટૂંક સમયમાં જ ટેન્ડર મગાવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ગ્રુપ ૨ મેડિકલ ઓકિસજનની માગ અને વપરાશની હાલત પર સતત નજર રાખી રહ્યા છે.

પ્રેશર સ્વીંગ એડસોર્પ્શન (પીએસએ) ઓકિસજન ઉત્પન્ન કરે છે અને તબીબી ઓકિસજન પુરવઠાની તેમની જરૂરિયાત માટે હોસ્પિટલોને આત્મનિર્ભર બનાવવામાં ફાળો આપે છે. હોસ્પિટલોમાં ઓકિસજન ઉત્પાદન વધારવા માટે પીએસએ મંજૂર ૧૬૨ પ્લાન્ટની નજીકથી સમીક્ષા કરવામાં આવી રહી છે. ક્ષતિગ્રસ્ત ગ્રુપ ૨ એ ગૃહ મંત્રાલયને પીએસએ પ્લાન્ટ માટેની ૧૦૦ હોસ્પિટલો ઓળખવા વિનંતી કરી છે.

મીટિંગમાં રાજયોની જરૂરિયાતો અનુસાર તબીબી ઓકિસજનના સ્રેત અને તેમની ઉત્પાદન ક્ષમતાના બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત, તબીબી ઓકિસજનના સ્ત્રોતો પર રાજયોને માર્ગદર્શન આપવા માટે માળખાનો વિકાસ કરવામાં આવ્યો છે. ૨૦ એપ્રિલ, ૨૫ એપ્રિલ અને ૩૦ એપ્રિલે તેમની ધારણા મુજબની માંગને પહોંચી વળવા આ ૧૨ રાજયોમાં ૪૮૮૦ મેટ્રિક ટન, ૫૬૧૯ મેટ્રિક ટન અને ૬૫૯૩ એમટી સપ્લાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(10:24 am IST)