મુખ્ય સમાચાર
News of Thursday, 15th April 2021

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રનું વિરલ, વિશિષ્ટ વ્યક્તિત્વ , કચ્છ યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ તુષારભાઈ હાથીનું દુઃખદ નિધન

આંતર રાષ્ટ્રીય પ્રવાહોનું અગાધ.જ્ઞાન ધરાવતા , સાહિત્યના પણ અભ્યાસી અને શિક્ષણ સંબંધી નીતિઓમાં નિર્ણાયક ભૂમિકામાં ભજવનાર આવા અભ્યાસી અધ્યાપકોની ખોટ કાયમ વર્તાશે

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રનું વિરલ, વિશિષ્ટ વ્યક્તિત્વ , કચ્છ યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ તુષારભાઈ હાથીનું દુઃખદ નિધન થયું છે આંતર રાષ્ટ્રીય પ્રવાહોનું અગાધ.જ્ઞાન ધરાવતા , સાહિત્યના પણ અભ્યાસી અને શિક્ષણ સંબંધી નીતિઓમાં નિર્ણાયક ભૂમિકામાં ભજવનાર  આવા અભ્યાસી અધ્યાપકોની ખોટ કાયમ વર્તાશે

 તુષારભાઈ હાથી રાજકોટ ની ગુલાબભાઈ જાનીની સિસ્ટર નિવેદિતા સ્કૂલની શરૂઆતથી એમાં હતા.સાહિત્ય ઉપરાંત અર્થ શાસ્ત્રી પણ હતા બજેટ વખતના એમના પ્રતિભાવ અને પ્રીડીક્ષન અત્યંત સચોટ રહેતું હતું

તુષારભાઈ હાથી  .વર્ષોથી કેન્સર હતું. પરંતુ એ સ્થિતિમાં પણ સતત પ્રવૃત્ત રહેતા હતા સર્જરી પછી પણ દસ દસ કલાક કામ કરતા હતા પૂ. પાંડુરંગ દાદાની સ્વાધ્યાય પ્રવૃત્તિમાં છેલ્લે સુધી સક્રિય હતા.

(12:33 am IST)