મુખ્ય સમાચાર
News of Tuesday, 16th April 2019

મોદી સરનેમ' વાળા નિવેદન પર સુશીલ મોદી ખફા :રાહુલ ગાંધી સામે કરશે માનહાનિનો કેસ

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકની રેલીમાં અપાયેલા નિવેદન પર રાજકારણ ગરમાયુ છે. આ નિવેદન પર બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરવા કહ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કર્ણાટકની રેલીમાં પીએમ મોદી પર હુમલો કર્યો હતો અને કહ્યુ હતુ કે બધા ચોરોના નામ મોદી કેમ છે.

 બિહારના ડેપ્યુટી સીમ સુશીલ મોદીએ કહ્યુ, 'હું પટનાની અદાલતમાં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરીશ. શું મોદી સરનેમ રાખવી ગુનો છે?રાહુલ ગાંધીએ કરોડો લોકોને ચોર કહ્યા છે અને તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યુ છે.' તેમણે સાથે એ પણ કહ્યુ કે હાર નિશ્ચિત જોઈને હવે વિપક્ષ ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યુ છે.

 'શનિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકમાં રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચારના મુદ્દે પ્રધાનમંત્રી મોદીને ઘેર્યા હતા. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા 'ચોકીદાર 100 ટકા ચોર છે' કહ્યુ હતુ. રાહુલ ગાંધીએ કહ્યુ કે બધા ચોરોના ઉપનામ મોદી કેમ છે. રાહુલ ગાંધી રાફેલ મુદ્દે મોદી સરકાર પર આરોપ લગાવતા રહ્યા છે. તે રાફેલ સોદામાં ગોટાળાનો આરોપ લગાવીને પીએમ મોદીને ઘેરતા રહ્યા છે. થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે પીએમ મોદીને ડિબેટ કરવાનો પડકાર પણ આપ્યો હતો.

(8:36 pm IST)