મુખ્ય સમાચાર
News of Tuesday, 16th April 2019

રાફેલ ડીલ વિવાદોમાં ઘેરાતા છત્તીસગઢનું રાફેલ ગામ બન્યુ મજાકનું પાત્ર

નવી દિલ્હી: રાફેલ લડાકૂ વિમાન સોદા વિવાદ હવે કેન્દ્ર સરકાર જ નહીં છત્તીસગઢના એક ગામના લોકો માટે પણ મુશ્કેલી બની ગયો છે. ગામના લોકો રાફેલ મુદ્દાથી એટલા હેરાન થઇ ગયા છે, કે તેઓ ગામ છોડવા તૈયાર છે. ખરેખરમાં, આ છત્તીસસગઢના મહાસમુંદ જિલ્લાના સરાઇપાલી બ્લોકના આ ગામનું નામ રાફેલ છે. જેમાં લગભગ 2000 પરિવાર રહે છે. ગામના લોકોનું કહેવું છે કે, રાફેલ (Rafale) ડીલ વિવાદોમાં ઘેરાયેલી હોવાના કારણે આસપાસના લોકો ગામના નામની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે. માત્ર નામના કારણે ગામના લોકોની બધા મજાક ઉડાવી રહ્યાં છે. જે અમને ગમતુ નથી. એટલા માટે અમે આ ગામનું નામ બદલવાનો અનુરોધ લઇને મુખ્યમંત્રી પાસે પણ ગાય હતા, પરંતુ તેમની સાથે મુલાકાત થઇ શકી નહીં.

ગામના સરપંચ ધનીરામનું કહેવું છે કે, ગામનું નામ વારંવાર ચર્ચાઓમાં આવવાથી પહેલા તો ગામના લોકો હેરાન થઇ ગયા હતા કે, વારંવાર ગામનું નામ સમાચારમાં કેમ આવી રહ્યું છે. પરંતુ જ્યારે તેમને જાણ થઇ કે આ બધું ગામના નામવાળા લડાકુ વિમાનના સોદાને કારણે થઇ રહ્યું છે. ત્યારે સમજાયું કે આ મુદ્દો ગામના નામથી નહીં પરંતુ ‘રાફેલ લડાકુ વિમાન’ સોદાથી જોડાયેલો છે. ધનીરામે વધુમાં જણાવ્યું કે, ‘'ઉડિયામાં ભાગી જવાને રાફેલ કહેવામાં આવે છે. ગામમાં શરૂઆતમાં રોજી-રોટી અને રોજગારને લઇને લોકો ભાગવા લાગ્યા, ત્યારથી આ ગામનું નામ રાફેલ પડ્યું છે.’

ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે, ‘ગામનું નામ રાફેલ’ હોવાના કારણે લોકો નકારાત્મક દ્રષ્ટિથી જોવે છે. કેમકે રાફેલ પર સતત નકારાત્મક સમાચાર પ્રસારણ થઇ રહ્યાં છે. આ કારણ છે કે લોકો થોડા મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, મોટાભાગે લોકો આ ગામ વિશે જાણતા નથી, એટલા માટે કોઇ ખાસ મુશ્કેલી થતી નથી. ત્યારે અન્ય એક ગ્રામીણે જણાવ્યું કે, ‘ગામનું નામ ત્યાર્થી રાફેલ’ છે જ્યારે છત્તિસગઢ રાજ્યની રચના પણ થઇ ન હતી. આ નામ એટલું જૂનું છે કે અમારામાંથી કેટલાકના ત્યારે જન્મ પણ થયા ન હતા.

જણાવી દઇએ કે રાફેલ લડાકુ વિમાનને લઇને વિપક્ષી પક્ષ સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યાં છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષનો આરોપ છે કે, વિમાનની કિંમતમાં અચાનક વધારો થયો છે અને કેન્દ્ર સરકાર આ બધુ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને લાભ પહોંચાડવા માટે કરી રહી છે.

(5:37 pm IST)