મુખ્ય સમાચાર
News of Tuesday, 16th April 2019

તામિલનાડુ :ડીએમકેની ઓફિસમાં મળ્યા નોટોના ઢગલાઃ વેલ્લોરની ચુંટણી રદ થવાની સંભાવના

ગયા સપ્તાહે સીમેન્ટના ગોડાઉનમાં ૧૧.૫૩ કરોડ જપ્ત કરાયા હતા

નવી દિલ્હી, તા.૧૬: તામિલનાડુની વેલ્લોર લોકસભા ક્ષેત્રમાં ભારે માત્રામાં રોકડ જપ્ત થયા બાદ ત્યાં મતદાન રદ થવાની આશંકા છે. સૂત્રોએ આ જાણકારી સોમવારે આપી. એવી સૂચના છે કે પસંદગી પંચે આ સંબંધે રાષ્ટ્રપતિને ભલામણ મોકલી છે.

જોકે લોકસભા ચૂંટણી અધિસુચના રાષ્ટ્રપતિ જાહેર કરે છે. એવામાં ચૂંટણી રદ્દ કરવી પણ તેનાજ અધિકાર ક્ષેત્રમાં આવે છે. ડીએમકે ઉમેદવારના કાર્યાલયથી થોડાક દિવસ પહેલા કથીત રૂપે ભારે માત્રામાં રોકડ જપ્ત થયા બાદ એવો નિર્ણય લેવાની સંભાવના છે. ગયા સપ્તાહે વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે સિમેન્ટના એક ગોડાઉનમાં ૧૧.૫૩ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. તે વેલ્લોર જિલ્લમાં આવેલા એક ડીએમકે નેતા સાથે સંબંધિત છે.

આયકર વિભાગે કહ્યું કે ડબ્બા અને ટાટની થેલીઓમાં જપ્ત કરવામાં આવેલઈ રોકડ, વોર્ડવાર તરીકાથી મોટા પાયે વિતરણ માટે રાખી હતી. દરોડા બાદ ડીએમકેએ કહ્યું હતું કે તે રાજનૈતિકથી પ્રેરિત છે.દુરઇ મુરુગને મદ્રાસ હાઇકોર્ટનો દરવાજો ખડખડાવ્યો અને દરોડાના કારણે તેનો પુત્ર કથીર આનંદ જે પ્રચાર કરવામાં સક્ષમ નથી. અને દરોડાને ચૂંટણી સંબંધી કર્યો કરવાથી રોકી દેવામાં આવ્યા છે.

(3:32 pm IST)