મુખ્ય સમાચાર
News of Tuesday, 16th April 2019

દિલ્હીમાં ગઠબંધન મામલે અમારી સ્થિતિ સ્પષ્ટ:આપ હરિયાણામાં સીટ માંગે છે :અહેમદ પટેલે કર્યો ખુલાસો

ગઠબંધન કરવા કોંગ્રેસ તૈયાર પરંતુ કેજરીવાલ યુટર્ન લઇ રહ્યા છે :રાહુલ ગાંધી

નવી દિલ્હી :દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન માટે શરૂ થયેલા ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યુ કે, દિલ્હીના નેતાઓના વિરોધ વચ્ચે કોંગ્રેસે નેતાઓને મનાવીને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન કરવા સ્થિતિ સ્પષ્ટ કરી. પરંતુ આમ આદમી પાર્ટી હરિયાણામાં બેઠકની માગણી કરી રહી છે. અમારી નીતિ સ્પષ્ટ છે. હવે તમારે નક્કી કરવાનુ છે.

આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા તૈયાર છે પરંતુ અરવિંદ કેદજરીવાલ યુ-ટર્ન લઈ રહ્યા છે. રાહુલ ગાંધીના આ પ્રકારના ટ્વિટ બાદ  અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ દિલ્હીમાં ગુપ્ત રીતે મદદ કરી રહી છે

(1:27 pm IST)