મુખ્ય સમાચાર
News of Tuesday, 16th April 2019

સદીઓ જૂના પેરિસિયન લેન્ડમાર્ક નોટ્રે ડેમ કેથેડ્રલમાં ભીષણ આગ :જમીન દોસ્ત થયું

ભીષણ આગ લાગવાના કારણે ધુમાડો શહેરભરમાં ફેલાયો હતો

પેરિસઃ પેરિસ અને ફ્રાન્સને ભારે નુકસાન થયું છે. વર્ષો જૂના પેરિસિયન લેન્ડમાર્ક નોટ્રે ડેમ કેથેડ્રલમાં વિનાષક ભીષણ આગ લાગી. વહેલી સાંજે ફાટી નીકળેલ આગ જોતજોતામાં છત સુધી પહોંચી ગઈ હતી જેને પગલે પેરિસનું વર્ષો જૂનું લેન્ડમાર્ક જમીનદોસ્ત થઈ ગયું.

  ભીષણ આગ લાગવાના કારણે ધુમાડો શહેરભરમાં ફેલાયો હતો આગ એટલી વિશાળ હતી કે તેનો ધુમાડો શહેરના મોટાભાગના વિસ્તારો સુધી પહોંચ્યો હતો. પ્રેસિડેન્ટ ઈમેન્યુઅલ મેક્રોને ટ્વીટ કરીને કહ્યું કે, "અમારા બધા દેશબંધુઓની જેમ જ આ વિનાશકારી આગ જોઈ આજે સાંજે હું પણ બહુ દુઃખી થયો છું"

નરી આંખે જોનાર જાસેક પોલટોરકે કહ્યું કે છત ધરાશાયી થઈ ગઈ છે. બિલ્ડિંગ માટે કોઈ ઉમ્મીદ દેખાતી નથી. તેમણે કહ્યું કે બે બ્લોક દૂર પાંચ ફ્લોરની બાલ્કની પરથી પણ આ આગ નરી આંખે જોઈ શકાય તેવી ભયંકર હતી.

 કેથેડ્રોલ ફ્રાન્સનું સૌથી પ્રખ્યાત સ્થળ હતું. નોટ્રે ડેમ પરની આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટર્સે ભારે જહેમત કરી અને આજુબાજુના વિસ્તારને ખાલી કરાવ્યો, જે સૈની નદીમાં આવેલ આઈલેન્ડ પર છે અને તે પેરિસની એકદમ મધ્યમાં આવેલ છે.

(12:24 pm IST)