મુખ્ય સમાચાર
News of Tuesday, 16th April 2019

નિરવ-માલ્યા જેવા ૩૬ આરોપીઓ દેશમાંથી છુ

ઇડીએ કોર્ટને આપી માહિતી

નવી દિલ્હી તા.૧૬: ઓગ્સટા વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર કેસમાં ગીરફતાર કહેવાતા રક્ષા એજન્ટ સુશેન મોહન ગુપ્તા દ્વારા કરવામાં આવેલ જામીન અરજીનો વિરોધ કરતા ઇડીએ સોમવારે કહ્યું કે તે પણ બીજા ૩૬ વેપારીઓની જેમ દેશ છોડી ભાગી જાય તેવી શકયતા છે. ઇડીએ વિશેષ ન્યાયાધિશ અરવિંદ કુમારને જણાવ્યું કે વિજય માલ્યા અને નિરવ મોદી સહિત કુલ ૩૬ વેપારીઓ હાલમાં દેશમાંથી ફરાર થઇ ચૂકયા છે.

એજન્સીએ કહ્યું, ''માલ્યા, લલિત મોદી, મેહુલ ચોકસી, નિરવ મોદી અને સાંડેસરા બંધુઓના મૂળીયા સમાજમાં બહુઉંડા હતાં તેમ છતાં પણ તેઓ દેશ છોડીને ભાગી ગયા હતા. દેશ છોડીને ભાગી જનારા આવા ૩૬ વેપારીઓ છે. દલીલો દરમ્યાન ઇડીના વકીલ સંવેદના વર્માએ કોર્ટને જણાવ્યું કે કેસની તપાસ ખાસ તબક્કામાં છે અને એજન્સીએ જાણવાની કોશિષ કરી રહી છે કે ''આરજી'' કોણ છે જેનું નામ સુશેનની ડાયરીમાં લખેલું છે.

વર્માાએ ગુપ્તા પર આ કેસના સાક્ષીઓને પ્રભાવિત કરવાનો આરોપી મુકીને કોર્ટને જણાવ્યું કે તેણે કેસના સબૂતોનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. કોર્ટે ગુપ્તાની જામીન અરજી પર ચૂકાદો ૨૦ એપ્રિલ સુધી મુલતવી રાખ્યો હતો.

(11:27 am IST)