મુખ્ય સમાચાર
News of Tuesday, 16th April 2019

બીજા તબક્કાના મતદાન માટે સાંજથી પ્રચાર બંધ

ગુરૂવારે ૧૩ રાજ્યોમાં ૯૭ બેઠકો માટે મતદાનઃ ૧૮મીએ હેમા, રાજ બબ્બર, ફારૂક અબદુલ્લા વગેરેનું ભાવિ ઇવીએમમાં કેદ થશે

નવી દિલ્હી તા.૧૬: ૧૭મી લોકસભાના બીજા તબક્કાનાં મતદાન માટે આજે સાંજે જાહેર ચૂંટણી પ્રચાર પડધમ બંધ થઇ જશે. ૧૮ એપ્રિલે એટલે કે ગુરૂવારે ૧૩ રાજ્યોની ૯૭ બેઠો માટે મતદાન યોજાશે. જેમાં યુપીની ૮, છત્તીસગઢ અને પ.બંગાળની ૩-૩, ઓડીશા, આસામા, બિહારની પ-પ બેઠકો સામેલ છે. કર્ણાટકની ૧૪ અને મહારાષ્ટ્રની ૫૭ બેઠકો માટે પણ મતદાન થશે.

બીજા તબક્કાના મતદાનમાં જે દિગ્ગજોનું રાજકીય ભાવિ ઇવીએમમાં કેદ થવાનું છે તમાં હેમા માલિની, રાજ બબ્બર, ફારૂક અબદુલ્લા, દયાનિધિ મારન, તેજસ્વી સૂર્યા વગેરેનો સમાવેશ થાય છે.

આજે તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે આજે રાજનાથે લખનોૈમાં રોડ શો કર્યો છે તો પીએમ મોદી ભુવનેશ્વર અને  ર્મીચલપુરમાં રેલીને સંબોધન કરશે. કોંગ્રેસી અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પતનમથિટ્ટામાં પ્રચાર કરશે જયાં સબરીમાલા આવેલ છે. કાલે તેઓ વાયનાડ જશે.

(10:39 am IST)