મુખ્ય સમાચાર
News of Tuesday, 16th April 2019

રાજ્યના અનેક શહેરોમાં મોસમનો મિજાજ બદલાયો

ભરઉનાળે દ.ગુજરાતમાં માવઠુઃ અમદાવાદમાં ધૂળની આંધી

બનાસકાંઠા, મહિસાગર, અરવલ્લી, સા.કાંઠા, દાહોદ સહિત અનેક સ્થળે ગાજવીજ સાથે વરસાદઃ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી ખેડૂતો ચિંતાતુર અમદાવાદમાં ધૂળનું સામ્રાજયઃ ગરમી ઘટી

અમદાવાદતા.૧૬:  ગુજરાતના હવામાનમાં પલ્ટો આવ્યો છે. ભરઉનાળે દક્ષિણ ગુજરાત સહિત ઠેર ઠેર ગાજવીજ સાથે વરસાદ પડયો છે તો અમદાવાદમાં ધૂળનું સામ્રાજય ફેલાયું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી થઇ છે.એક સમયે જયારે મુદ્યલ બાદશાહ જહાંગીર પહેલીવાર ૧૬૧૭માં અમદાવાદ આવ્યો ત્યારે તેણે આ શહેરના 'ગર્દાબાદ'કહ્યું હતું. ગર્દાબાદનો અર્થ થાય છે 'ધૂળનું શહેર'. લગભગ એવું જ સોમવારે સાંજે અમદાવાદમાં જોવા મળ્યું હતું જયારે ધૂળની આંધીએ સમગ્ર શહેરને પોતાના બાનમાં લઈ લીધું. ભારે પવનની સાથે ચોતરફ ધૂળનું સમ્રાજયા છવાઈ ગયું હતું. જોકે એક બાબતની અમદાવાદીઓને રાહત મળી કે ધૂળની આંધીના કારણે ગરમીમાં આંશીક દ્યટાડો થયો હતો.

હવામાન ખાતાની અમદાવાદ કચેરીએ મંગળવારે રાજયના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ધૂળની આંધી આવવાની આગાહી કરી છે. અધિકારીઓએ કહ્યું કે હવામાનમાં આવેલ આ ફેરફાર દક્ષિણપશ્યિમ રાજસ્થાન ઉપર તૈયાર થયેલા સાઈકલોનિક સકર્યુલેશનને કારણે છે.

આગામી પાંચ દિવસ સુધી પડી શકે છે છુટોછવાયો વરસાદ

તેમણે વધુમાં કહ્યું કે, શ્નરાજયના બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, તાપી, નવસારી, નર્મદા, દેવભુમી દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર અને કચ્છ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને ધૂળની આંધી આવી શકે છે.લૃ આગામી પાંચ દિવસ સુધી આ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.

જોકે અમદાવાદ શહેરમાં ધૂળની આંધીથી અમદાવાદીઓને ગરમીમાં મોટી રાહત મળી હતી. હવામાન ખાતાના અહેવાલ મુજબ શહેરનું તાપમાન દ્યણાઅંશે નિચું આવી ગયું હતું. સોમવારે મહત્ત્।મ તાપમાન ૩૮.૫ સેલ્સિયલ અને લદ્યુત્ત્।મ તાપમાન ૨૬.૭ સેલ્સિયસ નોંધાયું હતું. જયારે સોમવારે હવામાનમાં ભેજનું પ્રમાણ ૨૪્રુથી લઈને ૪૦્રુ સુધી રહ્યું હતું.

આ સાથે જ હેલ્થ એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. જેમને પણ ધૂળની એલર્જી હોય તેમને દ્યરની અંદર રહેવાની સલાહ આપવામાં આવે છે. તેમજ બાઈક અને રિક્ષા જેવા વાહનચાલકોને વાહન ચલાવતી વખતે રુમાલ દ્વારા પોતાનું મોઢું કવર કરવાની પણ સલાહ આપવામાં આવી છે જેથી કરીને ધૂળના રજકણો નાખ અને આંખની અંદર ન જાય. અન્યથા ધૂળની એલર્જી જેવી સમસ્યા થઈ શકે છે.

સુરતઃ ભરઉનાળે રાજયના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રવિવારે મોડી સાંજે અને સોમવારે સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે જગતના તાતને પાકનો નાશ થવાની ભીતિ છે.

હવામાન વિભાગે આગામી હજુ કેટલાક દિવસો સુધી દક્ષિણ રાજયમાં કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યકત કરી છે. ઉનાળામાં પડી રહેલા વરસાદના કારણે કેરી પકડતા ખેડૂતોને પાકનો વ્યય થવાની ચિંતા છે. ઉલ્લેખનીય છે કે રાજયમાં લાંબા સમય સુધી ચાલેલા શિયાળાના કારણે આ વખતે બજારમાં કેરી પણ મોડી આવી છે, ઠંડીમાં પણ કેટલાક જિલ્લાઓમાં માવઠું થતાં કેસર કેરીઓ ખરી ગઈ હતી. જેના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.

તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ અને નિઝાર તેમજ ડાંગ જિલ્લાના કેટલાક ભાગમાં વરસાદ પડતાં ત્યાના તાપમાનમાં દ્યટાડો થયો છે. જેના કારણે ગરમીના કારણે થતાં ઉકળાટથી સ્થાનિકોને થોડી રાહત મળી છે.

ગુજરાત સરકારના બાગાયતના આસિસ્ટન્ટ ડાયરેકટર દિનેશ પટાળીયાએ કહ્યું કે, શ્નસુરત જિલ્લામાં એટલો બધો વરસાદ પડ્યો નથી. જો કે જે વરસાદી ઝાપટા પડ્યા છે તેના કારણે શાકભાજી અને કેરીના પાકને નુકસાન જરૂરથી થશેલૃ. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ સુધી તાપમાન ૩૭-૩૯ ડિગ્રી સેલ્સિઅસ રહેશે. આ પાંચ દિવસ દરમિયાન રાજયમાં વાતાવરણ વાદળછાયું રહેશે.

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેના કારણે આગામી ૪૮ કલાક સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ભાવનગર, પોરંબદરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. સાથે સાથે દ્રારકા, બનાસકાંઠા, અમદાવાદ સહિત અન્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો થયો છે જેના કારણે સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.

વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ જવાની શકયતા સર્જાયી છે. તેમજ તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેતી જાળવવા સૂચના અપાઇ છે. તો બીજી બાજુ અમદાવાદ શહેરમાં ધૂળએ પોતાનું સામ્રાજય જમાવ્યું છે. અસહ્ય ગરમીથી લોકોને રાહત તો મળી છે પણ ધૂળની ડમરીઓથી લોકો પરેશાન થયા છે. વહેલી સવારે લોકો મો પર માસ્ક બાંધીને મોર્નિંગ વોક કરતા નજરે ચઢ્યા હતા.

મહિસાગર જિલ્લામાં પણ સવારથી કમોસમી વરસાદ પડવાનું ચાલું છે. મહિસાગરના લુણાવાડા, ખાનપુર, કડાણા સહિત ૬ તાલુકામાં વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથી ગાજવીજ અને વાવાઝોડા સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વરસાદના કારણે ચણા અને દ્યઉંના પાકને નુકસાન થયું છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં વાતાવરણ પલટા સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ભરઉનાળે ગાજવીજ અને વાવાઝોડા સાથે ચોમાસા જેવો માહોલ છે. મોડાસા, દદ્યાલીયા, વરથુ, જંબુસર સહિત અનેક ગામડાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. એકાએક વરસાદી માહોલથી ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. છેલ્લા તબક્કાના દ્યઉંના ઉભા પાકને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.

સાબરકાંઠા જિલ્લામાં રાત્રે ભારે પવન ફૂંકાયો હતો. સાથે જ વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી. મંગળવારે સવારે પણ વાતાવરણમાં પલટો જોવામાં આવ્યો હતો. ભરઉનાળે ચોમાસા જેવું વાતાવરણ બની જતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. (૧.૭)

(10:38 am IST)