મુખ્ય સમાચાર
News of Tuesday, 16th April 2019

બાઈકમાં લાગી હતી આગ છતાં ૪ કિલોમીટર સુધી પતિ-પત્ની બેધ્યાન

દુર્ઘટનાનો શિકાર થતા બચી ગયું

ઇટાવા, તા.૧૬: ઉત્તરપ્રદેશના ઈટાવા પાસે એકસપ્રેસ હાઈવે પર બાઈક ઉપર જઈ રહેલા પતિ-પત્ની પોલીસની સાવધાનીના કારણે એક મોટી દુર્ઘટનાનો શિકાર થતા બચી ગયા. બાઈક પર આ કપલની સાથે તેમનું બાળક પણ હતું. આ કપલને તે વાતનું ધ્યાન જ રહ્યું નહીં કે બાઈકના પાછળના ભાગમાં ટાયરની પાસે આગ લાગી છે.

તે સમયે જ ઉત્તરપ્રદેશ પોલીસની ટીમને આ બાઈક પર નજર પડી અને આ જોઈને તમામ પોલીસકર્મી ચોંકી ગયા. પોલીસકર્મીઓએ આ બાઈક પર સવાર કપલને બૂમો મારી પણ તેમણે ધ્યાન આપ્યું નહીં. ત્યારબાદ પોલીસની ટીમે આ બાઈકની પાછળ-પાછળ જઈને લગભગ ૪ કિલોમીટર બાદ આ બાઈકને રોકવામાં સફળતા મેળવી.

ત્યારબાદ બાઈક પર સવાર તમામ લોકોને નીચે ઉતારવામાં આવ્યા અને બાળકને પણ સુરક્ષિતરીતે દૂર લઈ જવામાં આવ્યું. ત્યારબાદ બાઈકમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી.

(10:05 am IST)