મુખ્ય સમાચાર
News of Tuesday, 16th April 2019

નિકાસમાં ધરખમ વધારોઃ તૂટ્યો પ વર્ષનો રેકોર્ડ

૨૦૧૮-૧૯માં ૯ ટકા વુદ્ધિઃ ૩૩૧ અબજ ડોલર સુધી પહોંચી

નવીદિલ્હી, તા.૧૬: નવી દિલ્હીઃ સરકારે નાણા વર્ષ ૨૦૧૮-૧૯ના નિકાસનો આંકડો રજૂ કર્યો છે. આ આંકડા પ્રમાણે, નિકાસમાં વાર્ષિક વૃદ્ઘિ ૯ ટકા થઈ છે અને ૩૩૧ અબજ ડૉલર પહોંચી છે. આ વૃદ્ઘિએ ૨૦૧૩-૧૪નો રેકોર્ડ તોડ્યા છે, ત્યારે નિર્યાત ૩૧૪.૪ અબજ ડૉલર નોંધાઈ હતી. જયારે માર્ચમાં નિકાસમાં ૧૧ ટકાની વૃદ્ઘિ નોંધાઈ હતી જે ઓકટોબર, ૨૦૧૮ પછી નિકાસ મોટી માસિક વૃદ્ઘિ છે. આ સમયે નિકાસ ૧૭.૮૬ ટકા વધી હતી. ફાર્મા, સરાયણ અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં ઊંચી વૃદ્ઘિના કારણે કુલ નિકાસમાં વધારો થયો છે.

આ તરફ વાણિજય મંત્રાલયના નિવેદન જારી કરીને કહ્યું- ''વૃશ્યિક મંદીના રૂપમાં આવેલા મોટા ઘટાડા પછી છતાં વ્યાપારિક નિર્યાત ૨૦૧૮-૧૯માં ૩૩૧ અબજ ડૉલર નોંધાઈ છે જે હવે ઉચ્ચ સ્તરે છે, જે ૨૦૧૩-૧૪ના ૩૧૪.૪ અબજ ડૉલરના સ્તરની આગળ નીકળી ગઈ છે. આ ઉપલબ્ધિ પડકારજનક વૈશ્વિક માહોલમાં હાંસલ કરાઈ છે.''

આ દરમિયાન વેપારમાં દ્યટાડો ઓછો થઈને ૧૦.૮૯ અબજ ડૉલર થઈ ગયો છે, જે માર્ચ, ૨૦૧૮માં ૧૩.૫૧ અબજ ડૉલર હતો. સોનાની આયાત માર્ચમાં ૩૧.૨૨ ટકા વધીને ૩.૨૭ ડૉલર પર પહોંચ્યો છે. કાચા તેલની આયાત ૫.૫૫ ટકાની વૃદ્ઘિ સાથે ૧૧.૭૫ અબજ ડૉલર રહ્યો. આખા નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯માં આયાત ૮.૯૯ ટકા વધીને ૫૦૭.૪૪ અબજ રહી. નાણા વર્ષ દરમિયાન વેપારમાં નુકસાન ઘટીને ૧૭૬.૪૨ અબજ ડૉલર રહ્યું, જે ૨૦૧૭-૧૮માં ૧૬૨ અબજ ડૉલર હતું.

નિકાસના મુખ્ય સંગઠન ફિયોના અધ્યક્ષ ગણેશ કુમાર ગુપ્તા કહે છે કે, સંરક્ષણવાદ, મુશ્કેલ વૈશ્વિક સ્થિતિ અને સ્થાનિક અડચણો છતાં નિકાસમાં વધારો થયો છે. ગુપ્તા કહે છે કે, નિકાસકારોની ક્રેડિટ ફ્લો, રિસર્ચ અને વિકાસ માટે માટે ઊંચા કરમાં ઘટાડો, જીએસટીથી સંપૂર્ણ છૂટ, વિદેશી પ્રવાસીઓને વેચાણ પર લાભ જેવા સમર્થન તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની જરુર છે. મંત્રાલયે કહ્યું, કે ૨૦૧૬-૧૭ના કુલ નિકાસ (વસ્તુઓ અને સેવાઓ મળીને) સતત વધ્યા છે. ૨૦૧૮-૧૯ તે પહેલી વખત ૫૦૦ અબજ ડૉલરનો આંકડો પાર કર્યો છે. વસ્તુઓ અને સેવાઓ કુલ મળીને નિકાસ ૨૦૧૮-૧૯માં૭.૯૭ ટકાની વૃદ્ઘિ સાથે ૫૩૫.૪ અબજ ડૉલર રહેવાનું અનુમાન છે. જોકે, આંકડા પ્રમાણે ફેબ્રુઆરી ૨૦૧૯માં સેવા નિકાસ ૬.૫૪ ટકા ઘટીને ૧૬.૫૮ અબજ ડૉલર રહ્યો. આ દરમિયાન સેવાઓના આયાત પર ૧૧ ટકા ઘટીને ૯.૮૧ અબજ ડૉલર પર આવી ગયો છે.

નાણા વર્ષ દરમિયાન જે ક્ષેત્રોમાં ઉલ્લેખનીય વૃદ્ઘિ નોંધાઈ છે તેમાં પેટ્રોલિયમ ૨૮%, પ્લાસ્ટિક ૨૫.૬% રસાયણ ૨૨%, ફાર્માસ્યુટિકલ્સ ૧૧%અને એન્જિનિયરિંગ ૬.૩૬%નો સમાવેશ થાય છે. આંકડા મુજબ એપ્રિલ-માર્ચ ૨૦૧૮-૧૯માં કાચા તેલની આયાત ૨૯.૨૭ ટકા વધીને ૧૪૦.૪૭ અબજ ડૉલર પર પહોંચી ગયો. જયારે નોન-ઓઈલ આયાતમાં ૨.૮૨ ટકાની વૃદ્ઘિ થઈ. જયારે ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (TPCI)ના ચેરમેન મોહિત સિંગલાએ કહ્યું કે વૈશ્વિક પડકારો છતાં નિકાસનું પ્રદર્શન અત્યાર સુધીમાં સૌથી સારું છે. તેમણે કહ્યું- કે અમે ખાદ્ય જિન્સ જેવા નવા ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ જેનાથી વૃદ્ઘિમાં વધારો થઈ શકે.(૨૨.૨)

(10:04 am IST)