મુખ્ય સમાચાર
News of Monday, 15th April 2019

અમેરિકા માટે ભારતના સ્ટીલ પ્રોડક્ટની નિકાસમાં 49 ટકાનો મોટો ઘટાડો

એલ્યુમિનિયમ નિકાસ 58 ટકા વધી 22.10 કરોડ ડૉલર થઈ

 

નવી દિલ્હીઃ અમેરિકા સાથેના વેપારી સંબધોમા તંગદિલી વચ્ચે ભારતની નિકાસમાં મોટો ઘટાડો આવ્યો છે. કોંગ્રેસનલ રીસર્ચ સર્વિસના રીપોર્ટમાં દર્શાવ્યું છે. અમેરિકા માટે ભારતના સ્ટીલ પ્રોડક્ટની નિકાસમાં 49 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. તે નિકાસ 37.20 કરોડ ડૉલર પર આવી ગઈ છે.

જો કે દરમિયાન એલ્યુમિનિયમ નિકાસ 58 ટકા વધી 22.10 કરોડ ડૉલર થઈ છે. વીતેલા વર્ષ દરમિયાન અમેરિકાએ 29.50 અબજ ડૉલરનું સ્ટીલ અને 17.60 અબજ ડૉલરનું એલ્યુમિનિયમ આયાત કર્યું છે. રીપોર્ટમાં દર્શાવ્યા મુજબ અમેરિકાના સ્ટીલ આયાતમાં સૌથી વધુ 49 ટકાનો ઘટાડો ભારતનો થયો છે. ભારત સિવાય દક્ષિણ કોરિયાથી આયાતમાં 15 ટકા અને તુર્કીથી આયાતમાં 35 ટકાનો ઘટાડો નોંધાયો છે

(12:31 am IST)