મુખ્ય સમાચાર
News of Monday, 15th April 2019

યુપીમાં ખેડૂતોની સ્થિતિ કથળી ;દેવા માફીના વાયદા પુરા કર્યા નથી :રાહુલ ગાંધીના પ્રહાર

અમારી સરકાર સત્તામાં આવશે તો અમે ખેડૂતો માટે દર વર્ષે એમએસપીમાં વધારો કરશું

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુપીના ફતેહપુર સિકરીમાં જનસભા સંબોધતા જણાવ્યુ કે યુપીમાં ભાજપની સરકાર હોવા છતા ખેડૂતોની સ્થિતિ વધારે કથળી છ

   યોગી સરકારે ખેડૂતો માટે કોઈપણ પ્રકારનું કામ કર્યુ નથી. યોગી સરકારે ખેડૂતોનું દેવું માફ કરવાનો વાયદો કર્યો હતો. જોકે તેમણે આ વાયદો પૂર્ણ કર્યો નથી. જોકે તેની સામે અમારી સરકાર સત્તામાં આવશે તો અમે ખેડૂતો માટે દર વર્ષે એમએસપીમાં વધારો કરવાના છીએ

રાહુલ ગાંધીએ કહ્યુ કે મોદી સરકાર ભલે 15 લાખ રૂપિયા ન આપે પરંતુ કોંગ્રેસ ગરીબને વર્ષે 72 હજાર રૂપિયા આપશે. આજે દેશમાં સામાન્ય જનતાના નાણા ચોરને આપવામાં આવી રહ્યા છે. તેમણે પાંચ વર્ષે પહેલા અચ્છે દિનના વાયદા કર્યા હતા

(11:10 pm IST)