મુખ્ય સમાચાર
News of Monday, 15th April 2019

અમેરિકન એરલાઇન્સે 19 ઓગસ્ટ સુધી 115 ફ્લાઇટ્સ રદ કરી :બોઇંગ 737 મેક્સને લઇને નિર્ણય

 

અમેરિકન એરલાઇન્સની ટોચની કંપની અમેરિકન એરલાઇન્સે જાહેરાત કરી હતી કે 19 ઓગષ્ટ સુધી દૈનિક 115 ફ્લાઇટ્સ રદ કરવામાં આવશે. જ્યારે બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટને લઈને કંપનીએ નિર્ણય લીધો છે.

કંપનીના ચેરમેન અને સીઇઓ ડો પાર્કરે એક મહત્વનું નિવેદન આપ્યું છે કે 115 ફ્લાઇટ્સ ઉનાળાના મોસમની કંપનીની કુલ ફ્લાઇટ્સની 1.50 ટકા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહીનાઓમાં બોંઈગ નાં 737 મેક્સ વિમાન બે ભયાનક વિમાન દુર્ઘટનાનું મુખ્ય કારણ છે. ત્યારે અકસ્માતો થયા પછી, 737 મેક્સ એરક્રાફ્ટને વિશ્વભરમાંથી ફ્લાઇટ્સ માંથી બહાર કરી દેવામાં આવ્યા છે.

     જો કે, પાર્કરે 737 મેક્સ એરક્રાફ્ટ વિશે ભરોસો વ્યક્ત કર્યો હતો. અને કહ્યું કે ફેડરલ એવિએશન ઍડમિનિસ્ટ્રેશન અને બોઇંગ સાથેના અમારા ચાલુ કાર્યના આધારે, અમને વિશ્વાસ છે કે 737 મેક્સ વિમાનોની સમસ્યાઓ  19 ઓગષ્ટ પહેલાં દૂર કરવામાં આવશે.

(11:08 pm IST)