News of Tuesday, 16th April 2019
ઝારખંડમાં CRPF નું સ્પેશયલ ઓપરેશન : ત્રણ નક્સલીઓ ઠાર : એક જવાન શહીદ
નકસ્લીઓ પાસેથી એક AK-47 રાઈફલ, 3 મેગઝિન અને 4 પાઈપ બોમ્બ મળ્યા
ઝારખંડના ગિરીડીહમાં બેલવા ઘાટ જંગલ વિસ્તારમાં 7 બટાલિયન સીઆરપીએફના જવાનોએ સ્પેશ્યલ ઓપરેશનમાં ત્રણ નક્સલીઓને ઠાર માર્યા હતા. ઠાર મરાયેલા નકસ્લીઓ પાસેથી એક AK-47 રાઈફલ, 3 મેગઝિન અને 4 પાઈપ બોમ્બ મળી આવ્યા છે. સીઆરપીએફના એન્કાઉન્ટરમાં 3 નક્સલીઓને ઠાર કરવામાં જવાનોને સફળતા મળી હતી. જો કે આ એન્કાઉન્ટરમાં સીઆરપીએફના એક જવાન પણ શહીદ થયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા બળ અને નક્સલીઓ વચ્ચે બેલવા ઘાટ વિસ્તારના જંગલોમાં સવારે અથડામણ થઈ હતી, ત્યારે સીઆરપીએફની 7 બટાલિયન સર્ચ ઓપરેશન કરી રહી હતી.. એન્કાઉન્ટરમાં અત્યાર સુધી એન્કાઉન્ટર સ્થળેથી ત્રણ નક્સલીઓની લાશ કબ્જે કરવામાં આવી છે. સીઆરપીએફના જવાનો એન્કાઉન્ટર સ્થળે તપાસ કરી રહ્યા છે.
(12:00 am IST)