મુખ્ય સમાચાર
News of Monday, 15th April 2019

મધ્યપ્રદેશમાં બીજી જાતિના વ્યક્તિને પ્રેમ કરવાની શર્મનાક સજા મહિલાને ગામની સામે પતિને ખભા ઉપર ઉઠાવીને ચાલવું પડ્યું

ગામના લોકો તેને જોઈને ચીસો પાડતા મજાક ઉડાવી રહ્યા હતા : ઝાબુઆ દેવીગઢમાં મહિલાનું અપમાન

મધ્યપ્રદેશના દેવીગઢમાં આવેલા ઝાબુઆમાં શર્મસાર કરતી ઘટના સામે આવી છે. દેશમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચારોની શર્મનાક તસ્વીર સામે આવી છે. અહીં એક મહિલાને બીજી જાતિના વ્યક્તિને પ્રેમ કરવાની  સજા આપવામાં આવી હતી જેમાં મહિલાને આખા ગામની સામે પોતાના પતિને ખભા પર ઉઠાવીને ચાલવું પડ્યું.

 આ દરમિયાન ગામના લોકો તેને જોઈને ચીસો પાડતા અને તેનો મજાક ઉડાવતા હતા.જે સમયે મહિલા પોતાના પ્રેમીને ખભા પર ઉઠાવીને ચાલી રહી હતી ત્યારે મોટી સંખ્યામાં ગામના લોકો પણ તેની સાથે ચાલી રહ્યા હતા. ઘણા લોકો આ ઘટનાનો મોબાઈલ પર વીડિયો બનાવી રહ્યા હતા. એક વૃદ્ધ વ્યક્તિ મહિલાની આગળ ડાન્સ કરીને પણ ચાલી રહ્યો હતો.

  આ ઘટના સામે આવ્યા પછી ઝાબુઆ એસપી વિનીત જૈન ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેટલાક લોકોએ ઝાબુઆ દેવીગઢમાં એક મહિલાનું અપમાન કર્યું છે. તેમને કહ્યું કે આખો મામલો સામે આવ્યા પછી તેમને કેસ નોંધી લીધો છે. બધા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે બે લોકોની ધરપકડ પણ કરી છે.

(1:51 pm IST)