મુખ્ય સમાચાર
News of Monday, 15th April 2019

ઉત્તર પ્રદેશમાં મોદીની તસવીરો સાથેની રેલવે ટિકિટ વેચાઈ :તસ્વીર વાયરલ

બારાબંકીમાં રેલવે ટિકિટ ખરીદતા આગળની તરફ મોદીની તસવીર અને પાછળના ભાગે સ્કિમની માહિતી

લખનૌ :તાજેતરમાં રેલવેએ જાહેરાત કરી હતી કે આચાર સંહિતાનું ઉલ્લંઘન થતું હોવાથી પીએમ મોદીની તસવીર અને સરકારની વિવિધ સ્કિમોની માહિતી દર્શાવતી ટિકિટો પરત લેવામાં આવશે. જોકે, જાહેરાત પછી પણ ઉત્તર પ્રદેશમાં મોદીની તસવીરો સાથેની રેલવે ટિકિટ વેચાઈ રહી હોવાનું સામે આવ્યું છે. રવિવારે એક પ્રવાસીને રેલવે તરફથી મોદીની તસવીર અને સરકારની વિવિધ સ્કિમોની માહિતી આપતી તસવીર આપવામાં આવી હતી.

    રવિવારે બારાબંકી ખાતે એક વ્યક્તિએ રેલવેની ટિકિટ બુક કરી હતી. તંત્ર તરફથી તેને જે કાગળની ટિકિટ આપવામાં આવી હતી તેમાં નરેન્દ્ર મોદીની તસવીરની સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામ્ય) સ્કિમની માહિતી છાપવામાં આવી હતી. ટિકિટની આગળની તરફ મોદીની તસવીર અને પાછળના ભાગે સ્કિમની માહિતી આપવામાં આવી હતી.
  મોહમ્મદ શાબ્બર રીઝવીએ જણાવ્યું કે, "મેં બારાબંકીથી વારાણસી માટે ગંગા સતલજ એક્સપ્રેસની ટિકિટ લીધી હતી. મેં જ્યારે ટિકિટ ખરીદી ત્યારે મને માલુમ પડ્યું હતું કે ટિકિટ પર મોદીની તસવીર છપાયેલી હતી.

(12:18 pm IST)