મુખ્ય સમાચાર
News of Monday, 15th April 2019

ધારાસભ્ય હર્ષ સંઘવીએ બનાવ્યું પપ્પુનામા પર રેપ સોન્ગ

 નવી દિલ્હી તા.૧૫: ૨૩ એપ્રિલના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તે મહાદિવસને માત્ર આઠ જ દિવસ બાકી છે ત્યારે તમામ નેતા મતદારોને આકર્ષવાનો અને બીજા પક્ષથી પોતે સારા છે તે જતાવવા માટે એડીચોટીનું જોર લગાવી દેતા હોય છે. હાલ સોશ્યલ મીડિયામાં એક રેપ સોન્ગ આવ્યું છે, જેને સુરતના ધારાસભ્યે બનાવ્યું છે. સુરત મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પપ્પુનામા પર રેપ સોન્ગ બનાવ્યું છે.

તેમણે પોતાના ટ્વિટર પર આ રેપ સોન્ગ જેના ઇન્ટ્રોડકશનમાં જૂઠે વાદે, ખોખલે ઇરાદે ઓફ પપ્પુ ભૈયા લખીને પોસ્ટ કર્યું છે.

હાલ તમામ પક્ષના નેતાઓ યુવાનો અને અન્ય મતદારોને આકર્ષવા માટે અનેક પ્રકારની કામગીરી કરતા હોય છે. અત્યારના માહોલમાં રેપ સોન્ગ યુવાનોની પસંદ બની ચૂકયું છે.

હર્ષ સંઘવીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે 'જેને રાજનીતિની સારેગામા પણ ખબર નથી તેનાં કારનામાં માટે આ પપ્પુનામા સાંભળી લો.'

 

(10:03 am IST)