મુખ્ય સમાચાર
News of Monday, 15th April 2019

કમલનાથની વિવાદી ટિપ્પણી :પીએમ મોદી પાયજામો પહેરતા ન્હોતા શીખ્યા ત્યારે નહેરુજી અને ઇન્દિરાજીએ સૈન્ય રચી નાખ્યું

શું પાંચ વર્ષ પહેલા દેશ સુરક્ષિત હાથોમાં ન હતો? :સૌથી વધુ આતંકી હુમલા કોની સરકારમાં થયા?

ભોપાલ : મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે  વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પર  વિવાદીત નિવેદન આપ્યું છે. રવિવારે ચૂંટણી સભાને સંબોધતા કમલનાથે ટિપ્પણી કરી હતી કે, જ્યારે વડાપ્રધાન મોદી પાયજામો કે પેન્ટ પહેરવાનું શીખ્યા ન હતા ત્યારે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીએ આ દેશનાં સૈન્ય (નેવી,એરફોર્સ,આર્મી)ની રચના કરી હતી.

  મધ્ય પ્રદેશના ખંડવામાં ચૂંટણી સભા દરમિયાન મુખ્યમંત્રી કમલનાથે વડાપ્રધાન મોદી પર પ્રહારો કરતા જણાવ્યું કે, મોદીજી તમે દેશની સુરક્ષાની વાત કરો છો. શું પાંચ વર્ષ પહેલા દેશ સુરક્ષિત હાથોમાં ન હતો? પોતાના સંબોધનમાં આતંકી હુમલાઓ મામલે મોદી સરકારને ઘેરતા કમલનાથે સવાલ કર્યો હતો કે, સૌથી વધુ આતંકી હુમલા કોની સરકારમાં થયા? કોના કાર્યકાળમાં થયા? દિલ્હીમાં સંસદ પર હુમલો થયો ત્યારે કોની સરકાર સત્તામાં હતી. ભાજપાની સરકાર હતી અને આંકડાઓ દર્શાવે છે કે સૌથી વધારે આતંકી હુમલા મોદી સરકારના રાજમાં થયા હતા

(12:00 am IST)