મુખ્ય સમાચાર
News of Monday, 15th April 2019

આધારકાર્ડ નિરાધાર :7.82 કરોડ લોકોનો ડેટા ચોરી :UIDAIએ આઇટી કંપની સામે કર્યો કેસ

હૈદ્રાબાદની કઆઇટી ગ્રિડ-ઇન્ડિયા કંપનીએ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મતદારોની જાણકારી પ્રાપ્ત કરી

નવી દિલ્હી :દેશના આધારકાર્ડના ડેટા અંગે અદાલતમાં મામલો પહોંચ્યા બાદ હજુએ ડેટા લીકનો મામલો ધુણ્યો છે આધાર ઓથોરિટી UIDAIએ 7.82 કરોડ કાર્ડ ધારકોના ડેટા ચોરીના આરોપમાં હૈદરાબાદની આઇટી કંપની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

   આઇટી ગ્રિડ-ઇન્ડિયા કંપનીએ ગેરકાયદેસર રીતે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મતદારોની જાણકારી પ્રાપ્ત કરી. કંપની આ ડેટાનો ઉપયોગ આંધ્રપ્રદેશની સત્તાધારી પાર્ટી ટીડીપી માટે સેવા મિત્ર મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરવા માટે કરી રહી હતી તેવો આરોપ છે

  જો કે ચંદ્રાબાબુ નાયડુએ આ દાવાને ફગાવતા કહ્યું કે એપ્લીકેશનથી માત્ર સરકારી યોજનાઓના લાભાર્થીઓની ચકાસણી કરવાની હતી. તેલંગાણા પોલીસ મુજબ અત્યાર સુધીની તપાસમાં કંપનીની પાસે આધાર સાથે સંકળાયેલા સંવેદનશીલ ડેટા ઉપલબ્ધ હોવાની વાત સામે આવી છે. 

 આ ઉપરાંત મતદારોની પ્રોફાઇલ પણ ચોરી કરવામાં આવી છે. જેનો ઉપયોગ ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા માટે કરવાનો હતો. આ મામલે ટીડીપીની ફરિયાદના આધારે આંધ્રપ્રદેશમાં સાત માર્ચે એક કેસ નોંધવામાં આવ્યો હતો. હવે બંને કેસની તપાસ તેલંગાણાની એસઆઇટીને સોંપવામાં આવી છે.

(12:00 am IST)