અમેરિકાના સાઉથ કોરીનમાં લૂંટના ઇરાદે વધુ એક ગુજરાતી યુવાન પર ફાયરિંગ
મૂળ આંકલાવના ખુશ પટેલ દુકાનમાં એકલો હતો ત્યારે હુમલાખોર બંદૂક લઇને લૂંટનાં ઇરાદે અંદર ઘુસ્યો
અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવાન પર હુમલો થયાની ઘટના બની છે અમેરિકાનાં સાઉથ કોરીનામાં ગુજરાતનાં આંકલાવનાં ખુશ પટેલ પર હુમલો થતાં તેનાં માથામાં ગોળી વાગી છે. અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે
મળતી વિગત મુજબ સાઉથ કોરીનામાં એક દુકાનમાં ખુશ પટેલ નામનો ગુજરાતી યુવક ઘણાં સમયથી નોકરી કરે છે. જ્યારે ખુશ પટેલ દુકાનમાં એકલો હતો ત્યારે હુમલાખોર બંદૂક લઇને લૂંટનાં ઇરાદે અંદર આવ્યો હતો.અને ફાયરિંગ કર્યું હતું જોકે હુમલાખોર ત્યાંથી ફરાર થઇ ગયો હતો.ખુશને માથામાં ઇજા પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ ઘટનાને કારણે આંકલાવમાં રહેતા પરિવારમાં પણ દુખની લાગણી છવાઇ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેકવાર અમેરિકામાં લૂંટના ઇરાદે ગુજરાતીઓ પર હુમલા થયા છે. થોડા સમય પહેલા મૂળ કલોક નારદીપુર ગામના નરેન્દ્રભાઇની હત્યા કરવામાં આવી હતી. તેઓ જ્યોર્જીયામાં સુપર માર્કેટ ચલાવતા હતા. સૂપર માર્કેટમાં અચાનક લૂંટારૂઓ આવી ચડ્યા હતા. પ્રથમ તો તેમણે લૂંટ ચલાવી અને ભાગતી વખતે લૂંટારૂઓએ ચાર રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. જેમાં ગંભીર રીતે ઇજા પામેલા નરેન્દ્રભાઇ મોતને ભેટ્યા હતા. તેઓ અમેરિકામાં પોતાની પત્ની અને બે બાળકો સાથે રહે છે