મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

હવે મોબાઈલ બેન્કિંગ સરળ :Paytm દ્વારા Payments Bank એપ લોન્ચ કરાઈ:4.3 કરોડ લોકોને મળશે લાભ

ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે : 24 × 7 હેલ્પ ઇને સપોર્ટ મેળવવામાં સમર્થ હશે

નવી દિલ્હી :હવે મોબાઈલ બેન્કિંગ સરળ બનશે પેટીએમ પેમેન્ટ્સ બેંકે તેની મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે અલગ મોબાઇલ એપ લોન્ચ કરી છે મોબાઇલ એપ્લિકેશન ગ્રાહકોનું બેંક બેલેન્સ ચેક કરવા માટે, ડેબિટ કાર્ડ માટે રિક્વેસ્ટ કરવા, ડિજિટલ ડેબિટ કાર્ડના ઉપયોગ માટે મદદ કરશે.

  ગ્રાહકો આ મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન દ્વારા 24 × 7 હેલ્પ ઇને સપોર્ટ મેળવવામાં સમર્થ હશે. એન્ડ્રોઇડ યુઝર્સ આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. તેમ છતાં પણ તે iOS યૂઝર્સ માટે હજી ઉપલબ્ધ નથી, તે ટૂંક સમયમાં એપલ એપસ્ટોર પર અપડેટ કરવામાં આવશે.

  "પેટીએમ પેમેન્ટ બેન્ક" ના એમડી અને સીઇઓ સતીશ કુમાર ગુપ્તા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "Paytm બેંક" ગ્રાહકો માટે ખાસ બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા માટે રજૂ કરવામાં આવી છે." 'નવી એપ્લિકેશનનો હેતુ તેના ઓપરેશનોને વર્તમાન એપ્લિકેશનમાંથી અલગ કરવાનો છે જે અનેક ગ્રુપ સંસ્થાઓ ગ્રાહકોને પૂરી પાડે છે. જોકે, પેટીએમ પેમેન્ટ બેન્ક ગ્રાહકો માટે જૂની એપ્લિકેશન પર સેવાઓ ચાલુ રાખશે અને તે ગ્રાહકો પર આધાર રાખશે કે તે કઇ એપને પસંદ કરે છે
આરબીઆઇ દ્વારા કંપનીઓને પોતાની એપ્લિકેશન લોન્ચ કરવાની મંજૂરી આપ્યા બાદ 2017માં, પેટ્ટીએમએ તેની પેમેન્ટ બેંકને શરૂ કરી. કંપની દાવો કરે છે, બેંકમાં હવે 4.3 કરોડ) ગ્રાહકો છે. જેમા બે મિલિયન પાસે હેવે ડિઝિકલ ડેબિટ કાર્ડ છે

(8:46 pm IST)