મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

ભયને લીધે સ્થળાંતરની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે જમ્મુ કાશ્મીર

જમ્મુ તા.૧૬: યુદ્ધની આશંકાઓની સાથે સાથે જમ્મુ કાશ્મીર લોકોનાં સ્થળાંતરની સમસ્યાથી પણ ઝઝૂમી રહ્યું છે. છેલ્લા ૧૫ દિવસમાં પ૦ હજારથી વધુ લોકો સ્થળાંતર કરી ગયા છે. સૌથી વધુ સ્થળાંતર કરવાવાળાઓની સંખ્યા જમ્મુ કાશ્મીર સીમા પર છે, જયાંથી ૪૦થી ૫૦ હજાર લોકો સુરક્ષિત સ્થાન પર ચાલ્યા ગયા છે. જમ્મુ સીમાના લોકોને સ્થળાંતર માટે મજબુર એટલા માટે થવું પડયું છે, કારણ કે પાક સેનાએ ગોળીબાર ચાલું રાખવાની સાથે સાથે સીમા પાર પોતાની ગતિવિધિઓ તેજ કરવાની સાથે હાજરોની સંખ્યામાં જવાનો અને ટેંકોના વધારના તોપખાનાને તહેનાત કરી યુદ્ધની આશંકાને બળ આપ્યું છે.

કઠુઆ જિલ્લાના પહાડ પર સીમા ચોકીથી લઇને અખનુર સેકટરમાં ભરચક  સંધીની આંતરરાષ્ટ્રીય સીમાના ક્ષેત્રો, રાજોૈરીની એલઓસી તથા કાશ્મીર સીમાના ક્ષેત્રોમાં સીમાને લાગીને આવેલા ગામમાં આજે કદાચ કોઇક ગામ હશે, જે પાકિસ્તાનનો ગોલાબારી અને ગોળીબારથી ત્રસ્ત ના હોય. પાક સેના સૈનિક ઠેકાણાની સાથોસાથ નાગરિક સ્થળોને પણ નિશાન બનાવી રહી છે. ચાનના, અપરાયેલ, ચન્નો ,પલ્લાવાલા, નાશહરા, ઝગર-એ જમ્મુ અને કાશ્મીરની સીમા પરના એવા ગામો છે જયાં સ્થળાંતર કરવાવાળાઓનો સિલસિલો જારી છે. સીમા ક્ષેત્રમાં સામાન ઉઠાવીને સુરક્ષિત સ્થાન પર જતા લોકોના કાફલા જોવા મળે છે.

જો કે કેટલાય ગામો ભારતીય સુરક્ષા દળોએ ખાલી કરાવ્યા છે. ઇન્ટરનેશનલ બોર્ડર અને એલઓસી પર ભારતીય સેનાએ એવા કેટલાક ગામને ખાલી કરાવ્યા છે, જે પાક સેનાના નિશાન બની રહ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે આમ કરવા સિવાય અમારી પાસે કોઇ ચારો નહોતો, કારણ કે જો તેઓ આવું નહીં કરે તો નાગરિકોના જાનમાલને નુકશાન થવાની સંભાવના હતી.

એલઓસીના ગામમાંથી સ્થળાંતર કરવાવાળા મોટા ભાગના લોકો જિલ્લા મુખ્યાલયમાં આવી ગયા છે. આંતરરાષ્ટ્રીય બોર્ડરથી સ્થળાંતર કરવાવાળા લોકો પણ સુરક્ષિત સ્થાન પર જતા રહ્યા છે. જોકે, યુદ્ધની ઘોષણા નથી થઇ, પરંતુ પોતાના કિંમતી સામાન ઉઠાવી લોકોની અવરજવર ચાલુ જ છે. જો કે ૧૯૬૫ અને ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધમાં લોકો માત્ર કિંમતી સામાનો જ લાવ્યા હતા. આ વખતે તેઓ કહી રહ્યા છે કે તેમની દરેક ચીજ કિંમતી છે અને તેઓ એવી સ્થિતિમાં નથી કે કોઇપણ વસ્તુને પાક ગોળીઓના નિશાન બનવા માટે છોડી દે.

સ્થળાંતર કરવાવાળા લોકો ઇચ્છે છે કે જાન-માલની સુરક્ષાની ખાતરી મળે તો તેઓ સ્થળાંતર નહીં કરે, પણ તેમને આવી ગેરન્ટી આપવા કોઇ તૈયાર નથી.

હકીકતમાં લોકો યુદ્ધની સંભાવનાને ઘણી નજીકથી જોઇ રહ્યા છે અને એવી આશંકા પ્રકટ કરી રહ્યા છે કે આ વખતે યુદ્ધ થઇને જ રહેશે. એટલા માટે સમય રહેતા તેઓ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષાના પુરતા પ્રબંધ કરી લેવા માગે છે.

પલ્લાવાલાથી સ્થળાંતર કરી અખનૂરમાં આવનારા થાડરામનું કહેવું છે કે મોત તમને કયારે પણ ઘેરી શકે છે, પરંતુ તે બાદમાં એનો અફસોસ નથી કરવા માંગતા કે તેમણે જાન બચાવવા માટે કોઇ પહેલ ન કરી. થાડરામ અને અમેના ગામવાળા પહેલા પણ બે વખત યુદ્ધની ભીષણતાનો શિકાર થઇ ચુકયા છે. રક્ષાધિકારીઓે જો કે, આ સ્થળાંતર અંગે કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. તેમને કહેવું છે કે પાકિસ્તાન કોઇપણ સમયે અચાનક હુમલો કરી શકે છે. એવા સમયે નાગરિકોને સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડવા એ ઘણુ કઠીન કામ છે અને લોકો જે કરી   રહ્યા છે તે યોગ્ય જ છેે.

(3:38 pm IST)