મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

રાસાયણીક કચરો ફેંકવાથી સેંકડો લોકો બીમારઃ ૧૧૧ સ્કૂલો બંધ

મલેશીયાના જોહોર રાજયના પાસિર ગુંદાગ નદીમાં

કુઆલાલામ્પુરઃ મલેશીયાના દક્ષીણ જોહોર રાજયમાં ઝેરીલા કચરાથી હાહાકાર મચી ગયો છે. રાજયમાં માત્ર એક ટ્રક કચરાથી એટલો ભયાવહ ખતરો ઉભો થયો છે કે સરકારે ૧૧૧ સ્કૂલો બંધ કરવી પડી છે. હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.

આ ઘટનાની વિગત એવી છે કે, જોહોર રાજયના યાસિર ગુદાંગ ઔદ્યોગીક વિસ્તારમાં વહેતી નદીમાં એક ટ્રક ભરીને રાસાયણીક કચરો ફેંકવામાં આવેલ. પાણીમાં ભળવાથી ઝેરીલા ગેસના ફુગ્ગા બની ગયા હતા. ત્યારબાદ ઝડપથી જોરદાર દુર્ગંધવાળો ધુમાડો ખુબ દુર-દુર સુધી ફેલાઇ ગયેલ. લોકોને ઉલ્ટી થવા માંડી હતી. શુક્રવાર સુધીમાં લગભગ ૩૦૦ લોકોને દાખલ કરવામાં આવેલ. જેમાં મોટો વર્ગ બાળકોનો છે. રાસાયણીક કચરો ફેંકવા બદલ ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પર્યાવરણની વૈશ્વીક ઝુંબેશમાં ભારતીય બાળકો જોડાયા

નવી દિલ્હીઃ જળવાયુ પરિવર્તન ઉપર નિયંત્રણની માંગને લઇને ગઇ કાલે વિશ્વભરમાં થયેલ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. હૈદ્રાબાદમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કરી ''અબ કી બાર કલાઇમેટ ચેન્જ પે સરકાર'' લખેલા પોસ્ટરો પ્રદર્શીત કરી સરકારને પર્યાવરણ સંરક્ષણ માટે અનુકુળ નીતીઓ બનાવવા માંગ કરેલ.

(3:37 pm IST)