મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

વ્હોરા પરિવારે સુષ્મા સ્વરાજની મદદ માગી

ગુજરાતી પિતા-પુત્રના કોઇ અહેવાલ મળતા નથીઃ ન્યુઝીલેન્ડના ગોળીબાર સમયે હાજર હતા

નવીદિલ્હી, તા.૧૬: શુક્રવારે ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ સ્થિત બે મસ્જિદો પર આતંકી હુમલો થયો. આ હુમલામાં જયાં ૪૯ લોકોના મોત નીપજયા ત્યાં અમુક ભારતીયો એવા છે જેમની કોઈ ભાળ નથી મળી રહી. આમાંથી ગુજરાતના જ રહેવાસી આરિફ અને તેમના પુત્ર રમીઝ વ્હોરા પણ છે જે અલ મૂર મસ્જિદમાં જુમ્માની નમાઝ અદા કરવા માટે આવ્યા હતા. હુમલા બાદ તેમના પરિવારવાળા તરફથી તેમને દ્યણા કોલ્સ કરવામાં આવ્યા પરંતુ બંનેના કોઈ સમાચાર નથી મળી રહ્યા. ગુજરાતના વ્હોરા પરિવારે હવે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસે મદદ માંગી છે. આરિફ વ્હોરાના ભાઈ મોહસિને કહ્યુ, ''મારો ભત્રીજો રમીઝ વ્હોરા છેલ્લા આઠ વર્ષોથી ક્રાઈસ્ટચર્ચમાં રહેતા હતા. ભાઈ આરિફ તેમની પત્ની રુખસાના ૨૫ દિવસ પહેલા ન્યૂઝીલેન્ડ ગયા હતા કારણકે રમીઝની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો છે. તેની દેખરેખ માટે તે ન્યૂઝીલેન્ડ ગયા હતા. મોહસિને આગળ જણાવ્યુ કે રમીઝ અને આરિફ શુક્રવારની નમાઝ માટે મસ્જિદ ગયા હતા અને ફાયરિંગ શરૂ થઈ ગયુ. ત્યારબાદ બંને વિશે કોઈ જાણકારી નથી મળી રહી. તેમને હજુ સુધી બંનેની સ્થિતિ વિશે કોઈ અપડેટ મળી શકી નથી.

(3:25 pm IST)