મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

YSR કોંગ્રેસ નેતા વિવેકાનંદ રેડ્ડીની ચાકૂ મારીને કરાઈ હતી હત્યા : ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો !!

એએસપી ઑપરેશનની આગેવાનીમાં એક એસઆઈટીની રચના

નવી દિલ્હી :વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી) ના નેતા વાયએસ વિવેકાનંદ રેડ્ડીની હત્યા કરી દેવામાં આવી હતી. ફોરેન્સિક રિપોર્ટમાં આની પુષ્ટિ કરવામાં આવી છે.અહેવાલ જણાવે છે કે વિવેકાનંદ રેડ્ડીની ચાકૂ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. એક પ્રારંભિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટમમાં તેમના શરીર પર ચાકૂના સાત ઘા મળ્યા છે

    વાયએસઆરસીપી દ્વારા જાહેર કરાયેલ યાદીમાં કહેવામાં આવ્યુ છે કે પોસ્ટમોર્ટમના પ્રારંભિક નિષ્કર્ષોમાં કહેવામાં આવ્યુ છે કે વાયએસ વિવેકાનંદ રેડ્ડીની હત્યા કરી દેવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તેમના શરીર પર કોઈ ધારદાર વસ્તુથી સાત વખત વાર કરવામાં આવ્યા હતા.

  દરમિયાયન કડપ્પાના એસપી રાહુલ દેવ શર્માએ જણાવ્યુ કે એએસપી ઑપરેશનની આગેવાનીમાં એક એસઆઈટીની રચના કરી છે. જે ટીમનું નેતૃત્વ કરશે અને હત્યાની તપાસ કરશે. આંગળીઓના નિશાન અને અન્ય ફોરેન્સિક પુરાવા ભેગા કરી છે. પીડિતના માથા અને જમણા હાથ પર સાત ઉંડા ઘા છે. પોલિસ અનુસાર ટીમ હત્યાની પાછળના કારણો જાણવાની કોશિશ કરી રહી છે અને સાક્ષીઓની તપાસ કરવામાં આવી રહી છે

  . એસઆઈટી એ પણ જોઈ રહી છે કે વિવેકાનંદ રેડ્ડી પોતાના મોતના 24 કલાક પહેલા કરી રહ્યા હતા. તે એ ઘટનાઓના અનુક્રમને ફરીથી સંગઠિત કરવાની કોશિશ કરી રહ્યા છે જેના કારણે વાયએસ વિવેકાનંદ રેડ્ડીની હત્યા થઈ છે.આ મામલે વાયએસઆર કોંગ્રેસ નેતા વિજય સાઈ રેડ્ડીએ ચંદ્રબાબુ નાયડુ પર આરોપ લગાવતા કહ્યુ કે ચંદ્રબાબુ નાયડુ હત્યાના રાજકારણમાં વિશ્વાસ કરે છે. અમારુ માનવુ છે કે ચંદ્રબાબુ નાયડુ, તેમના પુત્ર અને આદિત્યનારાયણ રેડ્ડીનો આ હત્યામાં હાથ છે. અમે નિષ્પક્ષ સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ

(2:01 pm IST)