મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

અમેરિકા, બ્રિટન બાદ હવે ફ્રાંસ મસૂદને વૈશ્વિક આંતકવાદી જાહેર કરાવવા સક્રિય : ત્રણેય દેશોએ ચીન સાથે ચર્ચા કરી

મસૂદ અઝહરની વધશે મુશ્કેલી : ભારતની કૂટનીતિનો થશે વિજય

નવી દિલ્હી :પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ મસૂદ અઝહરની મુશ્કેલીમાં વધારો થવાનો છે. કેમ કે ભારતના સમર્થનમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ આવ્યા છે. આ ત્રણેય દેશોએ ચીન સાથે વાતચીત શરૂ કરી છે. ચીને યુએનસીમાં વીટો પાવરનો ઉપયોગ કરીને મસૂદને ગ્લોબલ આતંકી જાહેર કરવાની કોશિશ પર પાણી ફેરવ્યુ હતું.

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીને મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાની ભાષામાં કેટવાક બદલાવ કરવાની સલાહ આપે છે જેના પર અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ વિચાર કરી રહ્યુ છે.

  મળતી માહિતી મુજબ ચીનના પ્રસ્તાવ બાદ યુએનમાં મતદાન થઈ શકે છે. ત્યારે મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં ચીન સમર્થન આપશે તો ભારતની મોટી જીત નક્કી છે

    આ પહેલા અમેરિકાએ ચીનને કડક શબ્દોમાં ચેતાવણી આપતા રહ્યુ હતુ કે, મસૂદ વિરૂદ્ધ વીટો પાવરનો ઉપયોગ કરનાર ચીનને તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. ત્યારે ફરીવાર ચીન સાથે બ્રિટન, અમેરિકા અને ફ્રાંસે વાતચીત શરૂ કરી છે.

(12:31 pm IST)