મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

નાઇઝીરીયામાં ત્રણ માળની ઇમારત ધરાસાયી :10 લોકોના મોત : શાળાના 100થી વધુ બાળકો પણ ફસાયા :37ને બચાવી લેવાયા

નાઇજીરિયાના ભરચક વિસ્તારમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થતા 10 લોકોના મોત નિપજ્યા છે અને અનેક લોકો ફસાયા હતા.ટોચ પર ચાલતી શાળાના લગભગ એક સો બાળકો પણ તેમાં ફસાયા હોવાનું સત્તાવાળાઓએ કહ્યું હતું. બચાવ ટુકડીએ જો કે ૩૭ જણાને જીવતા બચાવી લીધા હતા.

  ગુસ્સે ભરાયેલા પરિવારો કાટમાળની આસપાસ ભેગા થયા હતા અને બાળકોને બચાવવા તેમને શોધવામાં મદદ કરી રહ્યા હતા. બચાવ ટુકડી એક જણને જીવતો બચાવી લાવી હતી ત્યારે લોકોએ ચીચીઆરી પાડી તેને વધાવી લીધો હતો, જોકે એક વ્યક્તનું મૃતદેહ બહાર લાવતા લોકો દુ:ખી થયા હતા.

એક મહિલાને પણ જીવતી બહાર કાઢી શકાઇ હતી.ઇટા ફાઝી વિસ્તારમાં  સાંજની નમાઝ માટે અઝાન અપાઇ રહી હતી ત્યારે અનેક લોકો આતુરતાથી કાટમાળમાંથી કોને બહાર કાઢવામાં આવી રહ્યો છે તે જતાં હતા.

પીળા યુનિફોર્મમાં બચાવ ટુકડી ધુળથી ભરેલા માણસોને બહાર કાઢતી જોવા મળી હતી.’કોઇ પણ જાતની દુર્ઘટનામાં  કિંમતી જીવ ખોવાય ત્યારે ખૂબ દુખ થાય છે, ખાસ તો બાળકો અને યુવાનોના મોત પર અફસોસ થાય છે’એમ નાઇજીરિયાના પ્રમુખ મુહમ્મદુ બુહારીએ કહ્યું હતું.

બચાવી લેવાયેલા બાળકોને એમ્બ્યુલેન્સમાં લઇ જવામાં આવ્યા હતા. માથામાંથી લોહી નીકળતાં એક વ્યક્તિએ તેને હાથથી દબાવી દીધો હતો. રાત્રે બચાવ કામગીરીને વધુ તેજ બનાવવામાં આવી હતી.

(12:19 pm IST)