મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

ભાજપના સાંસદ સાક્ષી મહારાજે સ્પષ્ટ કરી દીધું : ભાજપ ફરી સત્તા પર આવશે તો આ દેશમાં તાનાશાહી રહેશેઃ કોંગ્રેસ

નવી દિલ્હી તા. ૧૬ : ભાજપના સાંસદ સાક્ષી મહારાજે લોકસભા ચૂંટણીના પહેલા ચરણના મતદાનના એક મહિના પહેલાં ભવિષ્યવાણી કરી છે.

ઉત્તર પ્રદેશમાંથી ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી બાદ દેશમાં ચૂંટણીની જરૂરિયાત નહીં પડે, આ માટે તેમણે મોદીને ધન્યવાદ આપ્યા હતા. ઉન્નાવમાં તેમણે કહ્યું, 'મોદી એક સુનામી છે. દેશમાં જાગૃતિ આવી છે. મને લાગે કે આ ચૂંટણી બાદ ૨૦૨૪માં ચૂંટણીની જરૂરિયાત નહીં પડે.' 'કેવળ આ જ ચૂંટણી છે. આ દેશ માટે ઉમેદવારોને જીતાડવાનું કામ કરો.'

દરમિયાન કોંગ્રેસના પ્રવકતા જીશાન હૈદરે બીબીસીને કહ્યું કે સાક્ષી મહારાજે ભાજપની અંદરની ઇચ્છા સામે લાવી દીધી છે. તેમણે કહ્યું, 'જેવી રીતે નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહ આજે ભાજપને ચલાવી રહ્યા છે.' તેનાથી 'તમામ સંસ્થાઓને ખતમ કરી દીધી છે. સાક્ષી મહારાજે હવે સાફ કરી દીધું છે કે જો ભાજપ ફરી સત્તામાં આવ્યો તો આ દેશમાં તાનાશાહી હશે.'(૨૧.૧૯)

 

(3:35 pm IST)