મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

જીડીપી ૬%થી નીચે ૭.૨ - ૭.૫%ના દાવા ખોટા

IIM અમદાવાદનું રિસર્ચ પેપર સરકારની પોલ ખોલે છે

નવી દિલ્હી તા. ૧૬ : હાલના વર્ષોમાં રાષ્ટ્રીય આવકની બઢાવી ચડાવીને દર્શાવવામાં આવી છે કે કેમ? તેનું વિશ્લેષણ કરતા IIM અમદાવાદના પેપરમાં જાણવા મળ્યું છે કે સરકાર સતત ૭ ટકાના દરે વિકાસ થવાનો જે દાવો કરી રહી છે તે ખોટો છે. આ રિસર્ચ IIM-Aના સિનિયર ફેકલ્ટી મેમ્બર પ્રોફેસર સેબેશ્યિયન મોરિસ અને IIT ખડગપુરના તેજશ્વી કુમારીએ હાથ ધર્યું હતું. તેમાં સરકારના GDPમાં સતત ૭ ટકાથી વધુનો વધારો થતો હોવાના સરકારના દાવા સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

પેપરમાં જણાવાયું છે કે ભારતે ૭.૨-૭.૫ ટકાનો વિકાસદર જાળવી રાખ્યો હોય તે ભાગ્યે જ શકય છે. ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭માં આટલો વિકાસદર હોઈ શકે પણ પછી સરકારે નોટબંધી સહિતના અનેક પગલા લીધા હોવાથી વિકાસદર ૬ ટકા કે પછી ૫-૫.૫ ટકા જેટલો નીચો હોવાની શકયતા નકારી શકાય નહિ. સંશોધકોએ ૨૦૦૪-૦૫ની બેઝ પ્રાઈઝ લઈને ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશન, નેટ વેચાણ, નિકાસ વગેરે પરિબળોને ધ્યાનમાં લીધા હતા. નેશનલ ઈન્કમ એકાઉન્ટ્સને વિકાસદર સાથે સરખાવવામાં આવ્યા હતા. પેપરમાં જણાવ્યા મુજબ, 'એવી પૂરેપૂરી શકયતા છે કે નેશનલ એકાઉન્ટ્સ સ્ટેટિસ્ટિકસ (NAS)ના અમુક પરિબલો જેવા કે ઉત્પાદન, વેચાણ, ટ્રાન્સપોર્ટ, સ્ટોરેજ, હોટેલ અને કોમ્યુનિકેશનને વધારીને દર્શાવવામાં આવ્યા હતા. ખાસ કરીને એ સમયગાળામાં જયારે આર્થિક વિકાસ સાવ ધીમો હતો.'

૨૦૧૭ના નોટબંધી પહેલા અર્થતંત્ર સારુ ચાલતુ હોવાના લક્ષણો જોવા મળ્યા હતા. પેપરમાં જણાવ્યા મુજબ 'CSO એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન આ દરમાં જે ફરક આવી રહ્યો છે તે તેમનો પ્રોબ્લેમ નથી એમ કહીને હાથ ન ખંખેરી શકે. તેઓ સૌથી આધુનિક સિસ્ટમ ઓફ નેશનલ એકાઉન્ટ્સ (SNA) યુ કરી રહ્યા છે.ે પેપરમાં એ પણ જણાવાયુ કે સરકાર કેવી રીતે આ આંકડા નક્કી કરે છે તે અંગે સંપૂર્ણ પારદર્શિતા હોવી જોઈએ જેથી જે લોકોને આમાં રસ હોય તે ચર્ચા કરી શકે. પેપરન ઓથર્સનું એમ પણ કહેવું છે કે આ એકાઉન્ટ્સમાં ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા હિસ્સાને આવરી લેવાયો નથી. એન્યુઅલ સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝ (ASI) પણ સરકારના આ અભિગમ સામે પ્રશ્નાર્થ ઉઠાવી શકે છે. તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ કવાર્ટરમાં નોટબંધી પછી વિકાસદર ઘણો નીચો રહ્યો છે. પેપરમાં જણાવાયું, 'ઉત્પાદન ક્ષેત્રનું પરફોર્મન્સ નબળુ છે જે દર્શાવે છે કે સરકારની મેક ઈન ઈન્ડિયા સહિતની સ્ટ્રેટેજી સફળ નથી થઈ.' ૨૦૧૨-૧૩થી ૨૦૧૬-૧૭ સુધી GDP ગ્રોથ માત્ર ૨.૩ ટકા જેટલો નીચો રહ્યો હોવાની શકયતા છે. આથી તે વધીને ૨૦૧૭-૧૮માં ૮ ટકા થાય તેવી શકયતા ઘણી ઓછી છે.(૨૧.૨)

 

(10:29 am IST)