મુખ્ય સમાચાર
News of Sunday, 16th February 2020

ગ્લોબલ વોર્મિંગ :એન્ટાર્કટિકા ખંડનો 38 વર્ષ જુનો તૂટ્યો રેકોર્ડ : તાપમાનનો પારો 20.75 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યો

વૈજ્ઞાનિકોએ તાપમાનમાં આ વધારો આશ્ચર્યજનક અને અસામાન્ય ગણાવ્યો

નવી દિલ્હી : ક્લાઇમેટ ચેન્જની અસર દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકામાં જોવા મળી રહી છે. એન્ટાર્કટિકામાં પ્રથમ વખત 20.75 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. એન્ટાર્કટિકાના સેમૂર ટાપુ પર બનેલા સંશોધન કેન્દ્રમાં 9 ફેબ્રુઆરીનાં દિવસે તાપમાન માપવામાં આવ્યું હતું.

  જાન્યુઆરી 1982 માં સૌની આઇલેન્ડ પર અગાઉનું તાપમાન 19.8 ડિગ્રી હતું. બ્રાઝિલના સંશોધનકાર કાર્લોસ શિફ્ફે જણાવ્યું હતું કે આને પૃથ્વીના તાપમાન વિશે ચોક્કસપણે ચેતવણી તરીકે જોઇ શકાય છે.એન્ટાર્કટિકા સ્થિત દૂરના વિસ્તારોમાં આવેલા સંશોધન સ્ટેશન પર દર ત્રણ દિવસે તાપમાન માપવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ આ વધારો આશ્ચર્યજનક અને અસામાન્ય ગણાવ્યો છે.

શિફર એમ પણ કહે છે કે એન્ટાર્કટિકામાં સાઉથ શેટલેન્ડ આઇલેન્ડ અને જેમ્સ રોસ આઇલેન્ડમાં 20 વર્ષથી તાપમાનમાં નોંધપાત્ર વધઘટ જોવા મળ્યું છે. 21 મી સદીનાં પ્રથમ દાયકો તો ઠંડો રહ્યો,પરંતુ બીજા દાયકામાં ગરમી ઝડપથી વધી છે.

(8:05 pm IST)