મુખ્ય સમાચાર
News of Sunday, 16th February 2020

રાજકોટ-ગોંડલ હાઇવે પર બે ગાડીઓ ધડાકાભેર અથડાઇઃ ગમખ્વાર અકસ્‍માતમાં ૧ મહિલા તથા બાળકીનું કમકમાટીભર્યુ મોતઃ ૪ ગંભીર ઇજાગ્રસ્‍તોને ગોંડલ પ્રાથમિક સારવાર આપી રાજકોટ ખસેડાયા

ગોંડલઃ રાજકોટ-ગોંડલ હાઇવે પર વાંધેશ્વર મહાદેવ મંદિર પાસે કારને અકસ્‍માત થતા ૧ મહિલા અને એક ૮થી ૧૦ વર્ષની બાળકીના ઘટના સ્‍થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે ૪ વયકિતને ઇજા થયાનું જાણવા મળે છે. ઇજાગ્રસ્‍તોને ગોંડલ પ્રાથમિક સારવાર આપી રાજકોટ ખાતે હોસ્‍પિટલમાં ખસેડાયા છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)

(1:36 pm IST)