મુખ્ય સમાચાર
News of Saturday, 16th February 2019

શહિદોના મૃતદેહો વતન પ્હોંચ્યાઃ શોકનું મોજુ

ત્રિરંગા સાથે ભીડ ઉમટીઃ શહીદોને અશ્રુભિની અંતિમ વિદાય

નવી દિલ્હી તા. ૧૬ : જમ્મુ - કાશ્મીરના પુલવામાં શહીદ જવાનોને આખો દેશ સલામ કરી રહ્યો છે. ગઇકાલે સાંજે જવાનોના પાર્થિવ દેહો દિલ્હી પહોંચ્યા. જ્યાં વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ તેમને સલામી આપી ત્યારબાદ આજે શહીદોના પાર્થિવ દેહો તેમના માદરે વતન પહોંચ્યા. જ્યાં તેમને અંતિમ વિદાય આપવા ત્રિરંગા સાથે લોકોની ભીડ ઉમટી. શહીદોના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય મંત્રીઓ સામેલ થયા અને શ્રધ્ધાંજલિ અર્પણ કરી જવાનોને અંતિમવિદાય આપી.

વારાણસી, રાજસ્થાન, નાગપુરના શહીદ જવાનોના પાર્થિવ દેહો તેમના વતને પહોંચતા તેમના ઘર પર માતમ છવાયું છે. શહીદોને અંતિમવિદાય આપવા માટે કેન્દ્રીય મંત્રીઓ અને ત્રિરંગા સાથે શહીદ જવાનોને સલામી આપી. અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી. માદરે વતન શહીદ જવાનોના પાર્થિવ દેહો પહોંચતા જ આંસુનો દરિયો છલકાયો હતો.

અંતિમ હુમલામાં શહીદ અજીત કુમાર આઝાદનો પાર્થિવ દેહ ઘરે પહોંચ્યો ત્યારે તેને અંતિમ વિદાય આપવા લોકોની ભીડ ઉમટી. અંતિમ દર્શને પહોંચેલા હજારો લોકોને આઝાદ અમર રહો...ના નારા લાગ્યા અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા. શહીદના મૃતદેહો અંતિમ દર્શન માટે તેના દરવાજા પર રાખવામાં આવ્યા છે.(૨૧.૮)

(11:46 am IST)