મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

ગુજરાતી કોમેડિયન મુન્‍નવર ફારૂકીના જામીન એક સપ્‍તાહ ટળ્‍યા

ઇન્દૌરઃ ગુજરાતી સ્ટેન્ડઅપ કોમેડિયન મુન્નવર ફારુકીના જામીન પોલીસને કારણે એક સપ્તાહ ટળી ગયા. 16 દિવસથી જેલમાં બંધ ફારુકીને હજુ વધુ સળિયા પાછળ રહેવું પડશે.

મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઇન્દૌર બેન્ચમાં ફારુકીની જામીન અરજીની સુનાવણી થવાની હતી. પરંતુ પોલીસ કેસ ડાયરી લઇને કોર્ટમાં પહોંચી નહીં. જેથી કોર્ટે સુનાવણી એક સપ્તાહ ટાળી દીધી. રાણાના વકીલે આ બધુ રાજકીય દબાણને થઇ રહ્યાનું જણાવ્યું છે.

દેવી -દેવતાઓનુ અપમાન, હિન્દુઓની લાગણી દુભાવવાનો આરોપ

કોમેડિયન મુન્નવર ફારુકી પર ઇન્દૌરના હિન્દુ રક્ષક સંગઠને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરી ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ લગાવ્યો છે. ત્યાર બાદ પોલીસે મુનવ્વર સહિત અન્ય લોકો સામે કેસ નોંધઈ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાંથી તેમને જેલમાં મોકલી દેવાયા.

શનિવારે મુનવ્વર ફારુકી અને નલિન યાદવની જામીન અરજી પર સુનાવણી થવાની હતી. પરંતુ તુકોગંજ પોલીસ મથકના કર્મી કેસ ડાયરી લઇને પહોંચ્યા જ નહીં. મુનવ્વર રાણા વતી સુપ્રીમ કોર્ટના સીનિયર એડવોકેટ વિવેક તન્ખા હાજર રહ્યા હતા.

સુપ્રીમના સીનિયર વકીલ મુન્નવર વતી હાજર રહ્યા

સુનાવણી ટળી જતા મુનવ્વરના વકીલ અંશુમન શ્રીવાસ્તવે જણાવ્યું કે ” અમારા તરફથી માનનીય હાઇકોર્ટ સમક્ષ નલિન યાદવ અને મુનવ્વર ફારુકીની જામીન અરજી રજૂ કરવામાં આવી હતી. તેના પર આજે સુમાવણી થવાની હતી. અમારા પક્ષકારો વતી સુપ્રીમ કોર્ટના સીનિયર એડવોકેટ વિવેક તન્ખા હાજર પણ રહ્યા હતા.”

પરંતુ પોલીસ દ્વ્રારા પ્રકરણ અંગેની કેસ ડાયરી રજૂ કરી શકાઇ નહીં. જેના કારણે સુનાવણી સ્થગિત થઇ ગઇ. ત્યાર બાદ હાઇકોર્ટે એક સપ્તાહ પછીની સુનાવણી નક્કી કરવામાં આવી છે.”

મુન્નવરે પરફોર્મ જ કર્યું નથી તો કેસ ક્યા આધારે નોંધોયોઃ વકીલ

એડવોકેટ અંશુમન શ્રીવાસ્તવે જણાવ્યું કે મારૂં એવું માનવું છે કે પોલીસે અગાઉ પણ રાજકીય દબાણને વશ થઇ વાસ્તવિક તથ્યોની તપાસ કર્યા વિના જ કેસ નોંધવામાં આવ્યો છે. જે મુન્નવર ફારુકીએ ઇન્દૌરમાં આવી પરફોર્મ જ કર્યું નથી. તેમના દ્વ્રારા ધાર્મિક લાગણી ભડકાવતી એવી કોઇ વાત જ કહેવામાં આવી નથી. તો ક્યા આધાર પર પોલીસે કેસ નોંધ્યો છે? આ મહત્વનો વિષય છે.”

વકીલ શ્રીવસ્તવે જણાવ્યું કે અમે આજે આ જ તથ્યોને હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવાના હતા. પરંતુ કેસ ડાયરી ન આવતા નલિન યાદવ અને મુનવ્વર ફારુકીને એક સપ્તાહ વધુ જામીન માટે રાહ જોવી પડશે.

ફારુકી પર આરોપનો મામલો શું છે?

વાસ્તવમાં નવા વર્ષના દિવસે ઇન્દૌરના મુનરો કાફેમાં ગુજરાતી સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારુકીનો શો હતો. તે પહેલાંના કેટલાક વીડિયોજને કારણે હિન્દુ સંગઠનોના નિશાન પર હતો. તેથી ઇન્દૌરના કટ્ટરપંથી હિન્દુ સંગઠનોના કેટલાક કાર્યકરો મુનરો કાફે પહોંચી ગયા અને ધમાલ કરવા લાગ્યા. હજુ તો મુન્નનરનો શો શરુ પણ થયો નહતો.

હિન્દુ સંગઠનના કાર્યકરોએ શોમાં ધામલ મચાવી

આ હિન્દુ કાર્યકરોએ આરોપ મુક્યો કે મુનવ્વર જાણીજોઇને હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવી છે. પ્રત્યેક્ષદર્શીઓના જણાવ્યા મુજબ તે દિવસે મુનવ્વરે પરફોર્મ કર્યું પણ નહતું. તે પહેલાં જ હિન્દુ સંગઠનન લોકોએ ધમાલ મચાવી દીધી હતી.

ભાજપ ધારાસભ્યના પુત્રે દોરવણી કરી

પછી કેટલાક કાર્યકરો કોમેડી શોના આયોજક નલિન યાદવ અનો કોમેડિયન મુન્નવરને પકડી તુકોગંજ પોલીસ સ્ટેશન લઇ ગયા, આ બધુ એકલવ્ય ગૌડ નામના એક શખસના નેતૃત્વમાં કરવામાં આવ્યું જે ભાજપ ધારાસભ્ય માલિની ગૌડનો પુત્ર છે.

(4:40 pm IST)