મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

વિશ્વનો સૌથી ગંધારો માણસઃ ૬૫ વર્ષથી ન્હાયો નથી

અમોઉનું કહેવું છે કે, આ ગંદકી તેને ૮૩ વર્ષની ઉંમરમાં પણ સ્વસ્થ અને હુષ્ટપુષ્ટ રાખે છેઃ અમોઉની આ ગંદી આદતને કારણે તેને ગામની બહાર રહેવુ પડે છે

કેરો, તા.૧૬: અત્યાર સુધી તમે અનેક આશ્યર્ય કરી દેનારી ફેશન વિશે સાંભળ્યું હશે અને જોયું હશે. દુનિયામાં એક એકથી ચઢિયાતા રેકોર્ડ બનેલા છે. આજે અમે તમને એક એવા રેકોર્ડ વિશે બતાવવા જઈ રહ્યા છે, જેને સાંભળીને તમે પણ દંગ રહી જશો. આ વ્યકત ગત ૬૫ વર્ષોથી ન્હાયો નથી. ઈરાનનો રહેવાસી અમોઉ હાજીનું કહેવું છે કે, ગત ૬૫ વર્ષથી તેણે શરીરને પાણી અડાડ્યુ નથી. તે ન્હાયો જ નથી. તેની લાઈફસ્ટાઈલ જાણીને કોઈને પણ ચીતરી ચઢી જાય.

૮૩ વર્ષીય અમોઉનું કહેવું છે કે, તેણે ૬૫ વર્ષથી પોતાના શરીરને પાણીનું એક ટીપું પણ અડાડ્યું નથી. કેમ કે તેને પાણીથી ડર લાગે છે. તેનુ કહેવુ એમ પણ છે કે, જો તે નહિ ન્હાય તો બીમાર પડી જશે. અમોઉ કયારેય પણ પોતાની ખાવાપીવાની ચીજવસ્તુઓને પાણીથી સાફ પણ કરતો નથી. કેમ કે તેને સ્વચ્છ વસ્તુઓથી નફરત છે. અમોઉનું કહેવું છે કે, આ ગંદકી તેને ૮૩ વર્ષની ઉંમરમાં પણ સ્વસ્થ અને હુષ્ટપુષ્ટ રાખે છે. તેના અનુસાર, તેઓ આ ગંદકીને કારણે જ આટલી લાંબી ઉંમરમાં જીવી રહ્યાં છે. આ સાથે જ આશ્યર્ય રાખવુ ન જોઈએ કે, અમોઉની આ ગંદી આદતને કારણે તેને ગામની બહાર રહેવુ પડે છે. કોઈ તેની નજીક ફરકતુ નથી.

આ અદભૂત રેકોર્ડવાળા અમોઉની ડાયટ પણ એટલી જ અજીબોગરીબ છે. અમોઉ એકિસડન્ટ કે કુદરતી રીતે મરનારા પ્રાણીઓનું સડેલુ માંસ ખાવાનું પસંદ કરે છે. તેને નોન વેજ ખાવાનું વધુ પસંદ છે. પ્રાણીઓના સડેલા માંસ ઉપરાંત અમોઉને ગંદું સડેલું દ્યરેલુ શાકભાજીનો કચરો પણ ખાવાનું ગમે છે. અમોઉને સ્વાદિષ્ટ ભોજન કયારેય પસંદ આવતા નથી.

અમોઉનું પોતાનું કોઈ દ્યર નથી. તે પોતાના ગામથી દૂર પહાડીની માટીની વચ્ચે રહે છે. જોકે, ગામડાના લોકોએ અમોઉ માટે એક નાનકડી ઝૂંપડી પણ બનાવી છે. અમોઉને માટીમાં રહેવું સુખદ લાગે છે. અમોઉને કોઈ પણ પ્રકારની ગંદકીથી કોઈ ઈન્ફેકશન થતુ નથી. જોકે, ગામડાના લોકોને તેઓ સતત મળવા આવે છે.

(4:30 pm IST)