મુખ્ય સમાચાર
News of Wednesday, 16th January 2019

કર્ણાટકમાં વજુભાઇની ભૂમિકા નિર્ણાયક બનવાના એંધાણ

કુમારસ્વામીના સમર્થનમાંથી ધારાસભ્યો ખડવા લાગતા સંકટ

રાજકોટ તા. ૧૬ :.. કર્ણાટકમાં કુમાર સ્વામીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ અને જેડીએસની સરકારમાંથી બે અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પાછુ ખેંચી લીધુ છે અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો  લીધુ છે અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સરકારની સામે પડી સરકારની લઘુમતીમાં મુકે તેવી સંભાવના છે. જો આમ થાય તો ગુજરાતી રાજયપાલ વજુભાઇ વાળાની ભૂમિકા મહત્વની બનશે.

વર્તમાન સરકાર લઘુમતીમાં અને બહુમતીમાં હોવાના સામસામા દાવા થશે. સૌથી મોટા પક્ષ તરીકે સરકાર રચવા માટે ભાજપ દાવો કરી શકે છે. રાજકીય સ્થિત  પ્રવાહી બને ધારાસભ્યોનું કથિત ખરીદ-વેચાણ શરૂ થાય તો સમગ્ર રાજયની મીટ રાજભવન તરફ મંડાશે. સંભવિત ઉથલપાથલની સ્થિતિમાં રાજયપાલ તરીકે વજુભાઇની ભૂમિકા નિર્ણાયક બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૯ મહિના પહેલા કર્ણાટકમાં ચૂંટણી પછી ભાજપ બહુમતી પુરવાર ન કરી શકતા યદુયુપ્પાએ રાજીનામુ આપવું પડેલ. ત્યારબાદ કુમારસ્વામીને સરકાર રચવાની તક મળી હતી. હવે તેની સરકાર ગબડી પડે તો ફરી ભાજપને સરકાર રચવાની તક મળી શકે છે. 

(4:11 pm IST)