મુખ્ય સમાચાર
News of Wednesday, 16th January 2019

બ્રેકિઝટ મામલે બ્રિટનના પીએમ ટેરીઝાને ઝટકો : મળી હાર : રાજીનામુ દેવું પડશે

સંસદમાં થયું ઐતિહાસિક મતદાન : સમજૂતીના પક્ષમાં ૨૦૨ તો વિરૂધ્ધમાં ૨૩૦ મત

લંડન તા. ૧૬ : બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેનો બ્રેકિસટને પાસ કરાવવાનો અંતિમ પ્રયાસ પણ અસફળ રહ્યો છે. બ્રિટનમાં લોકતંત્રની શરૂઆત થયા બાદ કોઈ પણ વડાપ્રધાનને મળેલી હારમાં આ સૌથી મોટી હાર છે. બ્રિટનના સાંસદોએ ૨૩૦ની બહુમતિથી થેરેસા મેની બ્રેકિસટ ડીલને નકારી દીધી હતી. આ હાર બાદ વિપક્ષે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ મૂકયો છે.

થેરેસાના સમર્થનમાં ૨૦૨ સાંસદોએ વોટિંગ કર્યું હતું, જયારે તેના વિરોધમાં ૪૩૨ સાંસદોએ વોટિંગ કર્યું હતું.  ત્યાં સુધી એક આ મતદાનમાં થેરેસા મેની કન્ઝર્વેટિવ પાર્ટીના ૧૧૮ સાંસદોએ વિપક્ષ સાથે મળીને ડીલની વિરોધમાં વોટિંગ કર્યું હતું. જોકે, સામે એ વાત પણ સાચી છે કે વિપક્ષી લેબર પાર્ટીના ત્રણ સાંસદોએ ડીલનું સમર્થન કરીને તેની તરફેણમાં મતદાન કર્યું હતું. બ્રેકિસટ ડીલમાં મળેલી હાર બાદ બ્રિટનના વિરોધ પક્ષ લેબર પાર્ટીએ થેરેસા મે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પણ મૂકયો છે.

અલગ અલગ પાર્ટીના સાંસદોએ અલગ અલગ કારણને લઈને આ કરારનો વિરોધ કર્યો હતો. જોકે, થેરેસા મેએ આ અંગે સાંસદોને ફરીથી વિચાર કરવાનો આગ્રહ કર્યો હતો.

થેરેસા મેએ આ મામલે પહેલા કહ્યું હતું કે જયારે ઇતિહાસ લખવામાં આવશે ત્યારે લોકો સંસદના નિર્ણયને યાદ કરીને પૂછશે કે શું આપણે યૂરોપિયન યુનિયનને છોડવા માટે મતદાન કર્યું હતું કે નહીં? કે પછી આપણે દેશની જનતાને નિરાશ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ૧૮ મહિના સુધી ચાલેલી વાતચીતની પ્રક્રિયા બાદ નવેમ્બરમાં યૂરોપિયન યુનિયન સાથે બેકિસટ કરાર પર સહમતિ થઈ હતી.

ડિસેમ્બરમાં કરારને લઈને નીચલા હાઉસ (હાઉસ ઓફ કોમન્સ)માં મતદાન થવાનું હતું, પરંતુ હારના ડરને કારણે મતદાનને ટાળી દેવામાં આવ્યું હતું. જે બાદમાં થેરેસા મે સાંસદોને સમજાવી રહ્યા હતા.(૨૧.૬)

 

(10:17 am IST)