મુખ્ય સમાચાર
News of Wednesday, 16th January 2019

પ્રયાગરાજમાં શરૂ થયેલા કુંભમેળા માટે યુ.પી.સરકારે ૪૨૦૦ કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યુંઃ મેળા માટે ૩૨૦૦ હેકટર જમીન ફાળવીઃ અદ્યતન સુવિધાઓથી સજ્જ આ અર્ધ કુંભમેળામાં કરોડોની સંખ્યામાં દેશ વિદેશના પ્રવાસીઓ ઉપરાંત સાધુ, સંતો ગંગા, યમુના, સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાનનો લહાવો લેશે

પ્રયાગરાજ: પ્રયાગરાજમાં શરૂ થયેલા કુંભમેળામાં અત્યાર સુધીનું સૌથી વધુ બજેટ રૂૂ..૪૨૦૦ કરોડ ફાળવવામાં આવ્યું છે. જે આ અગાઉ ૨૦૧૩ની સાલમાં યોજાયેલા મહાકુંભમેળાના ૧૩૦૦ કરોડ રૂપિયાના બજેટ કરતા ૩ ગણાથી પણ વધુ છે.

ઉપરાંત પ્રયાગરાજ મુકામે આ અગાઉ યોજાઇ ગયેલા કુંભ મેળા માટે જમીન પણ ડબલ ફાળવાઇ છે. જે ગયા કુંભ મેળામાં ૧૬૦૦ હેકટર હતી તેને બદલે આ વખતના ૨૦૧૯ની સાલના કુંભમેળામાં ૩૨૦૦ હેકટર જમીન ફાળવાઇ છે. તેમજ અદ્યતન સુવિધાઓનું પણ નિર્માણ કરાયું છે.

ઉલ્લેખનીય છે કે આ અર્ધ કુંભમેળામાં કરોડોની સંખ્યામાં દેશ વિદેશના પ્રવાસીઓ, તથા સાધુ, સંતો આવશે તથા ગંગા યમુના સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં સ્નાનનો લહાવો લેશે.

 

(12:00 am IST)