મુખ્ય સમાચાર
News of Wednesday, 16th January 2019

વડાપ્રધાન મોદીએ કેરળના સૌથી આમિર પદ્મનાભ મંદિરમાં કર્યા દર્શન

કેરળના રાજ્યપાલ,મુખ્યમંત્રી પી,વિજયન અને કોંગ્રેસના નેતા શશી થરૂર રહ્યા ઉપસ્થિત

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેરળના પ્રવાસ દરમિયાન તિરૂવનંતપુરમમાં સંપત્તિ અને સાંસ્કૃતિક રીતે દુનિયાના સૌથી અમીર પદ્મનાભ મંદિરે જઇને ભગવાન પદ્મનાભના દર્શન કર્યા. અને પૂજા-અર્ચના કરી હતી

   આ નિમિતે કેરળના રાજ્યપાલ પલાનિસામી સથાશિવમ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. પીએમ મોદીએ અહીં સ્વદેશી દર્શન સ્કીમને પણ ખુલ્લી મૂકી. આ નિમિતે સીએમ પી. વિજયન અને કોંગ્રેસના સાંસદ શશી થરૂર પણ ઉપસ્થિત રહ્યા હતા.

(10:03 pm IST)