મુખ્ય સમાચાર
News of Tuesday, 15th December 2020

ઓડિસા ગવર્નમેન્ટ અને PMSRF વચ્ચે એમ.ઓ.યુ. : ઓડિસાના ગરીબ બાળકોને અમદાવાદની સત્ય સાંઈ હોસ્પિટલમાં વિનામૂલ્યે કાર્ડિયાક સારવાર અપાશે

ભુવનેશ્વર : ઓડિસા ગવર્નમેન્ટ અને પ્રશાંત મેડિકલ સર્વિસીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ( PMSRF )  વચ્ચે એમ.ઓ.યુ. કરાયા છે.જે મુજબ ઓડિસાના ગરીબ બાળકોને વિનામૂલ્યે અમદાવાદની સત્ય સાંઈ હોસ્પિટલમાં સારવાર અપાશે.આ એગ્રીમેન્ટ બે વર્ષ માટે કરાયા છે.

એમ.ઓ.યુ. માં સહી સિક્કા કરતી વખતે ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયક , સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટિસ વિનીત શરન ,ઓડિસા હાઇકોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ મોહમ્મ્દ રફીક ,તથા પૂર્વ ચીફ જસ્ટિસ કલ્પેશ ઝવેરી ,તથા રાજ્યના વેલ્ફેર મિનિસ્ટર એન.કે.દાસ હાજર રહ્યા હતા.

આ અગાઉ 18 નવેમ્બર 2018 ના રોજ બે વર્ષ માટે કરાયેલા કરારની મુદત પુરી થતા ફરી બે વર્ષ માટે કરાર કરવામાં આવ્યા છે.

આ કરાર થવાથી બાળકોને કાર્ડિયાક ને લગતી તમામ સેવાઓ વિનામૂલ્યે મળશે.અત્યાર સુધીમાં 1019 બાળકોની કાર્ડિયાક સર્જરી થઇ ચુકી છે.

આ તકે ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકે જણાવ્યું હતું કે પોતાની રાજ્ય સરકાર ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારોની સેવાઓ માટે કટિબદ્ધ છે.તેથી કરાર ફરીથી બે વર્ષ માટે લંબાવાયા છે.

સુપ્રીમ કોર્ટ  જસ્ટિસ વિનીત શરન , ઓડિસા હાઇકોર્ટના  વર્તમાન તથા પૂર્વ ચીફ જસ્ટિસ મોહમ્મ્દ રફીક ,તથા કલ્પેશ ઝવેરી.તેમજ રાજ્યના વેલ્ફેર મિનિસ્ટર એન.કે.દાસએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

સત્ય સાંઈ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી મનોજ ભીમાણીએ હોસ્પિટલ દ્વારા અપાતી સેવાઓ વિષે માહિતી આપી હતી.તેવું ઈ.ટી.દ્વારા જાણવા મળે છે.

(11:40 am IST)